Not Set/ રાફેલ સોદો – કેન્દ્ર સરકારે કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું, કહ્યું – ગોપનીય દસ્તાવેજોના ખુલાસાથી દેશને ખતરો

નવી દિલ્હી, રાફેલ સોદાને લઇને પુનર્વિચાર અરજી પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોંગદનામું રજૂ કર્યું છે. સોગંદનામું રજૂ કરતા સરકારે કહ્યું હતું કે સુરક્ષા સંબંધિત ગોપનીય દસ્વાતેજોના સાર્વજનિક ખુલાસાથી દેશને જોખમ છે. સુપ્રીમ કોર્ટના રાફેલ સોદાના ગોપનીય દસ્તાવેજોના પરીક્ષણના નિર્ણયથી સુરક્ષાદળોની માહિતી, પરમાણુ પ્રતિષ્ઠાનો, આતંકવાદને નાબુદ કરવાની વ્યૂહરચના જેવી ગોપનીય સૂચનાઓનો ખુલાસો થવાની આશંકા સેવાઇ […]

Top Stories India
Rafeal Deal case રાફેલ સોદો - કેન્દ્ર સરકારે કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું, કહ્યું – ગોપનીય દસ્તાવેજોના ખુલાસાથી દેશને ખતરો

નવી દિલ્હી,

રાફેલ સોદાને લઇને પુનર્વિચાર અરજી પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોંગદનામું રજૂ કર્યું છે. સોગંદનામું રજૂ કરતા સરકારે કહ્યું હતું કે સુરક્ષા સંબંધિત ગોપનીય દસ્વાતેજોના સાર્વજનિક ખુલાસાથી દેશને જોખમ છે. સુપ્રીમ કોર્ટના રાફેલ સોદાના ગોપનીય દસ્તાવેજોના પરીક્ષણના નિર્ણયથી સુરક્ષાદળોની માહિતી, પરમાણુ પ્રતિષ્ઠાનો, આતંકવાદને નાબુદ કરવાની વ્યૂહરચના જેવી ગોપનીય સૂચનાઓનો ખુલાસો થવાની આશંકા સેવાઇ રહી છે. સરકારે સોંગદનામું દાખલ કરતા જણાવ્યું હતું કે રાફેલ પુનર્વિચાર અરજીઓ પર છપાયેલા ત્રણ લેખ લોકોના વિચાર નથી અને સરકારનો અંતિમ નિર્ણય પણ નથી. આ લેખથી સરકારનું આ અંગે વલણ સ્પષ્ટ થતું નથી.

કેન્દ્ર સરકારે સીલબંધ લીફાફામાં સુપ્રીમને કોઇ ખોટી જાણકારી આપી નથી. CAG  દ્વારા મૂલ્ય સંબંધિત જાણકારીઓનું આકલન કરાયું છે. કેન્દ્ર સરકારે સુપ્રીમની માંગ પ્રમાણે રાફેલ સંબંધિત દરેક દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવાની તૈયારી દર્શાવી છે. રાફેલ પર કરાયેલી પુનર્વિચારમાં કોઇ મજબૂત આધાર ના હોવાથી તેને ફગાવી દેવી જોઇએ. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરે તેના નિર્ણયમાં કહ્યું હતું કે વર્તમાન જેવા મામલાઓમાં મૂલ્ય નિર્ધારણ વિવરણની સરખામણી કરવી આ કોર્ટનું કામ નથી. કોર્ટ હવે આ મામલાની 6મે સુનાવણી કરશે.

જણાવી દઇએ કે અગાઉ સુપ્રીમ કોર્ટે નિર્ણય આપતા કહ્યું હતું કે સુપ્રીમ ધ હિન્દુમાં છપાયેલા રક્ષા મંત્રાલયના ગોપનીય દસ્તાવેજો પર ભરોસો કરીને તેના આધારે સુનાવણી કરશે. યશવંત સિંહા, અરુણ શૌરી, પ્રશાંત ભૂષણ, મનોહર લાલ શર્મા, વિનીત ઢાંડા અને આપના સાંસદ સંજય સિંહે આ અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ રંજન ગોગોઇ, સંજય કિશન કોલ અને ન્યાયાધીશ કેએમ જોસેફેની બેન્ચે કેન્દ્રની પારંભિક મુશ્કેલીઓને ફગાવી દીધી હતી કે આ દસ્તાવેજ વિશેષ અધિકાર પ્રાપ્ત છે અને કોર્ટ તેને જોઈ શકતી નથી.