Not Set/ જવાનોને પણ લાગ્યો PUBG ગેમનો ચસ્કો!, CRPF કહ્યું- ક્ષમતા પર પડી રહી છે અસર

સીઆરપીએફના આંતરિક સર્વેમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે જેમાં જવાને મોબાઇલ ગેમ PUBG ની લત લાગી રહી છે. આ બાબતે, સીઆરપીએફએ તેના કમાન્ડિંગ અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે PUBG ગેમ રમવા પર રોક લગાવામાં આવે. સીઆરપીએફનું માનવું છે કે આ ગેમ રમીને જવાનોની કામગીરીની ક્ષમતાને અસર થાય છે. માહિતી અનુસાર, સીઆરપીએફએ જણાવ્યું હતું કે […]

Top Stories India
yppp 2 જવાનોને પણ લાગ્યો PUBG ગેમનો ચસ્કો!, CRPF કહ્યું- ક્ષમતા પર પડી રહી છે અસર

સીઆરપીએફના આંતરિક સર્વેમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે જેમાં જવાને મોબાઇલ ગેમ PUBG ની લત લાગી રહી છે. આ બાબતે, સીઆરપીએફએ તેના કમાન્ડિંગ અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે PUBG ગેમ રમવા પર રોક લગાવામાં આવે. સીઆરપીએફનું માનવું છે કે આ ગેમ રમીને જવાનોની કામગીરીની ક્ષમતાને અસર થાય છે. માહિતી અનુસાર, સીઆરપીએફએ જણાવ્યું હતું કે PUBG ગેમની લતને લીધે સેનાના સૈનિકો તેમના સાથી સૈનિકોને પણ મળવાનું ઓછું કરી રહ્યા છે અને રમતના કારણે શારીરિક પ્રવૃત્તિના અભાવને લીધે, સૈનિકોની ઊંઘ પૂર્ણ થઈ રહી નથી.

જણાવીએ કે PUBG ગેમની લતથી કિશોર અને બાળકોને ખરાબ અસર થઈ રહી છે. પરિણામે, બિહારની સીઆરપીએફ યુનિટએ 6 મેના રોજ એક સર્કુલર જારી કર્યું હતું, જેમાં એવું જોવા મળ્યું છે કે સીઆરપીએફ જવાનોને પણ આ ગેમની લત લાગી ગઈ છે. આ ગેમની લતના લીધે, જવાનોની ઓપરેશનળ ક્ષમતાને પ્રભાવિત થવાની સાથે જ તે આક્રામક બની રહ્યા છે તેમજ તેમની સાથે એટીટ્યુડ સંબંધિત સમસ્યાઓ જોવા મળી રહી છે.

આ મામલા પછી તમામ ડીઆઈજીને તેમની હેઠળ આવતા સીઆરપીએફ કર્મચારીઓને આ પ્રકારની એપ્લિકેશનને ડિલીટ કરવા માટે કહેવામાં આવ્યું છે. તો ત્યાં જ કંપનીના કમાન્ડરને તેમના બધા જવાનના ફોનની તાત્કાલિક તપાસવા માટે કહેવામાં આવ્યું છે અને એપ્લિકેશનને તાત્કાલિક કાઢી નાખવામાં આવે તેમ કહેવામાં આવ્યું છે.જણાવીએ કે આ સર્કુલર બધા સીઆરપીએફ ફોર્મેશંસ અને એન્ટી ઈનસરજેંસ કોબરા યુનિટને મોકલવામાં આવ્યો છે. સીઆરપીએફ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઓર્ડર સીઆરપીએફના તમામ ફોર્મેશંસ પર લાગુ પડશે.