global hunger index/ ભૂખમરા ઇન્ડેક્સમાં ભારત 111માં ક્રમેઃ કેન્દ્રએ એજન્સીનો રિપોર્ટ ફગાવ્યો

સમગ્ર વિશ્વમાં ભૂખમરાને લઈને નવો રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે. આ રિપોર્ટને હંગર ઇન્ડેક્સ પણ કહેવાય છે. ભારત આ હંગર ઇન્ડેક્સમાં 111માં ક્રમે છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે તેને ફગાવી દીધો છે.

India
YouTube Thumbnail 10 4 ભૂખમરા ઇન્ડેક્સમાં ભારત 111માં ક્રમેઃ કેન્દ્રએ એજન્સીનો રિપોર્ટ ફગાવ્યો

નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં ભૂખમરાને લઈને નવો રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે. આ રિપોર્ટને હંગર ઇન્ડેક્સ પણ કહેવાય છે. ભારત આ હંગર ઇન્ડેક્સમાં 111માં ક્રમે છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે તેને ફગાવી દીધો છે. તેની સાથે જ સરકાર અને બે આંતરરાષ્ટ્રીય સ્વૈચ્છિક સંસ્થાઓ વચ્ચે ચાલતો સંઘર્ષ ફરીથી શરૂ થઈ ગયો. મહિલા તેમજ બાળવિકાસ મંત્રાલયે હંગર ઇન્ડેક્સને ફગાવી દીધો. તેમા ભારતને 125માંથી 111માં સ્થાન પર મૂકવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે આ ઇન્ડેક્સ કાર્યપ્રણાલિના મોરચે ગંભીર ક્ષતિ ધરાવે છે અને તેનો દુર્ભાવનાપૂર્વકનો ઇરાદો દર્શાવે છે. ભારતીય રેન્કિંગને ફગાવતા મહિલા તેમજ બાળવિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે આ ઇન્ડેક્સ ભૂખનું ખોટું માપ દર્શાવે છે અને પદ્ધતિગત ધોરણે ખામીવાળો છે. ઇન્ડેક્સની ગણતરી માટે ઉપયોગમાં લેવામાં આવેલા ચાર માપદંડોમાંથી ત્રણ માપદંડો બાળકોના આરોગ્ય સાથે સંલગ્ન છે અને તે સમગ્ર વસ્તીના પુખ્ત વર્ગના હિસ્સાનું પ્રતિનિધિત્વ કરતાં નથી. ચોથો અને સૌથી મહત્વનો માપદંડ ઓછા પોષણનો માપદંડ ત્રણ હજારની વસ્તીના અત્યંત નાના હિસ્સાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. આટલા નાના માપદંડ પરના જનમત સર્વેક્ષણના આધારે આખા મોટા દેશને હંગર ઇન્ડેક્સમાં કેવી રીતે દેખાડી શકાય.

ઇન્ડેક્સમાં ભારતનો સ્કોર 28.7 છે,  જે ભૂખમરાના ગંભીર સ્તરને દર્શાવે છે. પાકિસ્તાનનો 102, બાંગ્લાદેશનો 81, નેપાળનો 69 અને શ્રીલંકાનો 60 છે. ભારતે દક્ષિણ એશિયા અને દક્ષિણ આફ્રિકા કરતાં સારો દેખાવ કર્યો છે.

હંગર ઇન્ડેક્સ મુજબ ભારતમાં કુપોષણનો દર 16.6 ટકા છે અને પાંચ વર્ષથી ઓછી વયના બાળકનો મૃત્યુદર 3.1 ટકા છે. 15થી 24 વર્ષની મહિલાઓમાં એનિમિયાની વ્યાપકતા 58.1 ટકા છે. ઇન્ડેક્સ મુજબ ભારતમાં બાળકોમાં શારીરિક નબળાઈનો દર વિશ્વમાં સૌથી વધુ 18.7 ટકા છે, જે મોટાપાયા પર કુપોષણ દર્શાવે છે.


whatsapp ad White Font big size 2 4 ભૂખમરા ઇન્ડેક્સમાં ભારત 111માં ક્રમેઃ કેન્દ્રએ એજન્સીનો રિપોર્ટ ફગાવ્યો


આ પણ વાંચોઃ Self Reliant/ ગૂગલ મેપ પર આધારિત છો, હવે તેનો પણ ઉપલબ્ધ છે સ્વદેશી વિકલ્પ

આ પણ વાંચોઃ RTE CASE/ અમદાવાદમાં કોઈ 70,000 રૂપિયા ચૂકવે છે, બીજાને RTE હેઠળ પ્રવેશ મળે છે!

આ પણ વાંચોઃ Hamas-Nubkha Force/ હમાસનું નુખ્બા ફોર્સ શું છે જેણે ઈઝરાયેલને રોકેટ હુમલાઓથી ધ્રૂજાવ્યું?