Not Set/ કેરળમાં ભારે વરસાદથી રેડ એલર્ટ, કોચી એરપોર્ટમાં પાણી ભરાતા ઉડાન સ્થગિત

કેરળ, કેરળના ચાર જિલ્લાઓ વાયનાડ, ઇડુકી, કોઝિકોડ અને મલપ્પુરમમાં વરસાદને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યની મોટાભાગની નદીઓ અને ડેમોમાં પાણીનું સ્તર વધી રહ્યું છે અને કન્નુર, વાયનાડ, ઇડુકી, મલપ્પુરમ, કોઝિકોડ અને કાસરાગોદમાં પૂર જેવી પરિસ્થિતિઓ સર્જાઈ છે.અહિયાંની મુખ્ય નદીઓ જેવી કે મણિમાલા, મીનાચલ, મોવટ્ટાપુઝા, ચલિયાર, વાલાપટ્ટનમ, ઇરુવાઝિનીપૂજા અને પંબા જેવીમાં પાણીનું સ્તર […]

Top Stories India
aade 3 કેરળમાં ભારે વરસાદથી રેડ એલર્ટ, કોચી એરપોર્ટમાં પાણી ભરાતા ઉડાન સ્થગિત

કેરળ,

કેરળના ચાર જિલ્લાઓ વાયનાડ, ઇડુકી, કોઝિકોડ અને મલપ્પુરમમાં વરસાદને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યની મોટાભાગની નદીઓ અને ડેમોમાં પાણીનું સ્તર વધી રહ્યું છે અને કન્નુર, વાયનાડ, ઇડુકી, મલપ્પુરમ, કોઝિકોડ અને કાસરાગોદમાં પૂર જેવી પરિસ્થિતિઓ સર્જાઈ છે.અહિયાંની મુખ્ય નદીઓ જેવી કે મણિમાલા, મીનાચલ, મોવટ્ટાપુઝા, ચલિયાર, વાલાપટ્ટનમ, ઇરુવાઝિનીપૂજા અને પંબા જેવીમાં પાણીનું સ્તર વધ્યું છે. શુક્રવારે સવાર સુધી કોચીમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાર્કિંગ વિસ્તારમાં પૂરના પાણી ભરાયા બાદ ફ્લાઇટ ઓપરેશન સ્થગિત કરી દેવામાં આવ્યા છે.

કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (સીઆઈએસએલ) એ જારી કરેલા નિવેદનમાં કહ્યું છે કે, “પૂરને કારણે પાર્કિંગનો વિસ્તાર જળભરાવ થઇ ગયું છે, કોચ્ચિ એરપોર્ટ પર તમામ ફ્લાઇટ્સ 9 ઓગસ્ટની સવારે 9 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે.” મહત્વપૂર્ણ છે કે ભારે વરસાદને કારણે ઉત્તર અને દક્ષિણ કન્નડ જિલ્લામાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.

પૂરને કારણે 9 લોકોએ જીવ ગુમાવ્યો છે અને આશરે 48 હજાર લોકોને રાહત શિબિરોમાં લઈ જવામાં આવ્યા છે. સૌથી ખરાબ સ્થિતિ ઉત્તર કર્ણાટકના બેલાગાવીની છે જ્યાં જીવ અને સંપતિનું નુકસાન સૌથી વધુ રહ્યું છે. એનડીઆરએફ અને સૈન્યની સાથે અન્ય એજન્સીઓ સતત રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે.

બીજી તરફ, ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશ, છત્તીસગ,ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકમાં આગામી બે દિવસમાં ભારે વરસાદની સંભાવના છે. પશ્ચિમ મહારાષ્ટ્રના ગુરુવારે પૂરથી અસરગ્રસ્ત સાંગલી જિલ્લામાં બચાવ બોટ પલટી જતા નવ લોકોના મોત થયા હતા

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સાંગલી અને કોલ્હાપુરમાં પૂરની પરિસ્થિતિની સમીક્ષા કરવા હવાઈ સર્વે કર્યો હતો. પ્રદેશમાં ભારે વરસાદ પછી, આ સૌથી અસરગ્રસ્ત જિલ્લાઓ છે જ્યાં કૃષ્ણા અને પંચગંગા નદીઓના પાણીના સ્તરમાં વધારો થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફડણવીસ સાથે વાત કરી હતી અને પૂરને પહોંચી વળવા કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી હતી.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, સાંગલીમાં રાહત અને બચાવ કામગીરીમાં બોટ પલટી જતા નવ લોકો ડૂબી ગયા હતા અને ચાર ગુમ થયા હતા. પુણેના વિભાગીય કમિશનર દીપક મ્હૈસેકરે જણાવ્યું હતું કે પાલુસ તહસીલના બ્રાહ્મણ ગામ નજીક આ અકસ્માત થયો હતો જ્યારે પૂરથી અસરગ્રસ્ત 30 થી 32 લોકોને બોટ લઇ જી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.