Not Set/ શહીદની અંતિમ યાત્રામાં ભાજપના આ સાસંદ હસતા નજરે પડ્યાં

ઉનાઓ, પુલવામાનાં શહીદની અંતિમ યાત્રા દરમિયાન ભાજપ સાસંદ સાક્ષી મહારાજ હસતા જોવા મળ્યાના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ ગયા છે. ઉનાઓના શહીદ સીઆરપીએફના જવાન અજીત કુમાર આઝાદ અંતિમ યાત્રા સમયે અહીંના ભાજપના સાસંદ સાક્ષી મહારાજ લોકો તરફ હાથ હલાવતા અને હસતા નજરે પડતા હતા.શહીદ અજીત કુમારનો પાર્થિવ દેહ જે ટ્રકમાં લઇ જવામાં આવતો હતો તે […]

Top Stories India Trending
yr 9 શહીદની અંતિમ યાત્રામાં ભાજપના આ સાસંદ હસતા નજરે પડ્યાં

ઉનાઓ,

પુલવામાનાં શહીદની અંતિમ યાત્રા દરમિયાન ભાજપ સાસંદ સાક્ષી મહારાજ હસતા જોવા મળ્યાના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ ગયા છે.

ઉનાઓના શહીદ સીઆરપીએફના જવાન અજીત કુમાર આઝાદ અંતિમ યાત્રા સમયે અહીંના ભાજપના સાસંદ સાક્ષી મહારાજ લોકો તરફ હાથ હલાવતા અને હસતા નજરે પડતા હતા.શહીદ અજીત કુમારનો પાર્થિવ દેહ જે ટ્રકમાં લઇ જવામાં આવતો હતો તે ટ્રક પર સાક્ષી મહારાજ હસતા હસતા લોકોનું અભિવાદન કરતાં જોવા મળ્યા હતા.

સાક્ષી મહારાજના આ વર્તનના કારણે સોશિયલ મીડીયામાં તેમની પર રોષ ભભુકી ઉઠ્યો હતો.આપને જણાવી દઈએ કે પુલવામા હુમલામાં શહીદ થયેલા 40 સીઆરપીએફ જવાનોને લઈને દેશભરના લોકો ક્રોધિત છે. આવા મોકો પર નેતાઓના વ્યવહારને લઈને લોકોએ સોશિયલ મીડિયા પર ઘણી ટિપ્પણીઓ કરી છે.

शहीदों को श्रद्धांजलि: साक्षी महाराज हंसे, राहुल भी हुए ट्रोल

કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ સાક્ષી મહારાજનો ફોટા શેર કરતા ટ્વિટ કર્યું- ”Lets here the bhakts now…am sure there is a spin to the beaming pic of the MP. ફરીથી કહીશ, શરમ તો તેમને છે જ નહિ.”

शहीदों को श्रद्धांजलि: साक्षी महाराज हंसे, राहुल भी हुए ट्रोल

તો અન્ય યુઝર્સ પણ પ્રશ્નો ઉઠવ્યા. 

ટ્વિટર યુઝર પ્રશાંતકુમાર લખ્યું- આ શહીદ અજીતકુમાર આઝાદની અંતિમ યાત્રા હતી. જુઓ કે બીજેપી એમપી સાક્ષી મહારાજ કઇ રીતે ટ્રકથી હાથ હલાવે છે. સાક્ષી મહારાજને કહેવાની જરૂર છે કે આ બીજેપીનો રોડ શો નથી.

शहीदों को श्रद्धांजलि: साक्षी महाराज हंसे, राहुल भी हुए ट्रोल

એક અન્ય યુઝર કમલદીપે લખ્યું કે સાક્ષી આખરે ગાડી પર ઊભા કેમ છે? તમારી હાજરી નોંધાવવા માટે, જો આ જરૂરી છે, તો તેમને લોકો સાથે ચાલવામાં શું મુશ્કેલી છે?

@RamGopa94979964એ લખ્યું કે શહાદત્ત પર સિયાસત કરવું તેમના વર્તનમાં છે. સત્તા, કુર્સી અને મત માટે આ કંઈ પણ  કરી શકો છો. શરમ આવવી જોઈએ. જો કે, આવા ઘણા લોકો પણ જોવા મળ્યા જેણે કહ્યું કે આટલી નાની-નાની વાત પર રાજકારણ કરવું ન જોઈએ.