Not Set/ મોહન ભાગવત-યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની જૈશ-એ-મોહમ્મદની ધમકી

શ્રીલંકામાં શ્રેણીબદ્વ વિસ્ફોટના 4 દિવસ બાદ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજીરવાલ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતની હત્યા તેમજ શામલિ સહિત ઘણા રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપી છે. ધમકીભર્યો પત્ર મળ્યા બાદ મેરઠના દરેક જિલ્લામાં એલર્ટ જાહેર કરાયું છે. મંગળવારે દરેક રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં સઘન […]

India
pjimage 9 મોહન ભાગવત-યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની જૈશ-એ-મોહમ્મદની ધમકી

શ્રીલંકામાં શ્રેણીબદ્વ વિસ્ફોટના 4 દિવસ બાદ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજીરવાલ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતની હત્યા તેમજ શામલિ સહિત ઘણા રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપી છે. ધમકીભર્યો પત્ર મળ્યા બાદ મેરઠના દરેક જિલ્લામાં એલર્ટ જાહેર કરાયું છે.

મંગળવારે દરેક રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. શામલી રેલવે સ્ટેશનના કાર્યાલયને એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો. જેશ એ મોહમ્મદના એરિયા કમાન્ડર મૈસૂર અહમદના નામે મોકલાયેલા આ પત્રમાં તેના ભાઇઓની શહીદીનો બદલો લેશે તેવું જણાવ્યું છે.

આ પત્રમાં શામલી, બાગપત, મેરઠ, હાપુડ, ગજરૌલા, ગાજિયાબાદ, મુઝ્ઝફરનગર, બરેલી, દિલ્હી, પાનીપત, રોહતક સહિત અનેક રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઇ છે.

16 મેના રોજ અલ્હાબાદના સંગમ મંદિર, કાશી વિશ્વનાથ મંદિર, અયોધ્યાના રામ મંદિર, ગાઝિયાબાદના હનુમાન મંદિર, દિલ્હીના પ્રમુખ મંદિર અને બસ અડ્ડાઓને પણ આતંકીઓના નિશાન પર છે. પત્રમાં ઉત્તરપ્રદેશ અને દિલ્હીના મુખ્યમંત્રી તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખને જલ્દી મારી નખાશે તેવી ચિમકી ઉચ્ચારી છે.