Not Set/ SC રંજન ગોગોઇ પર યૌન શોષણના કેસની શુક્રવારે સુનાવણી કરશે

નવી દિલ્હી, સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ  રંજન ગોગોઇ પર પૂર્વ મહિલા કર્મચારી દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની  સુનાવણી શુક્રવારે થશે. કોર્ટ દ્વારા આક્ષેપ લગાવનારી મહિલા અને સેક્રેટરી જનરલ તુષાર મહેતાને પણ સુનાવણી દરમિયાન હાજર રહેવાની નોટિસ આપવામાં આવી છે. રંજન ગોગોઇ પર યૌન શોષણના આરોપ સંબધીત મામલે ગોગોઈના વકીલ ઉત્સવ બૈન્સએ કહ્યુ કે રંજન ગોગોઈને જાણી […]

Top Stories India
Supreme court SC રંજન ગોગોઇ પર યૌન શોષણના કેસની શુક્રવારે સુનાવણી કરશે

નવી દિલ્હી,

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ  રંજન ગોગોઇ પર પૂર્વ મહિલા કર્મચારી દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની  સુનાવણી શુક્રવારે થશે. કોર્ટ દ્વારા આક્ષેપ લગાવનારી મહિલા અને સેક્રેટરી જનરલ તુષાર મહેતાને પણ સુનાવણી દરમિયાન હાજર રહેવાની નોટિસ આપવામાં આવી છે. રંજન ગોગોઇ પર યૌન શોષણના આરોપ સંબધીત મામલે ગોગોઈના વકીલ ઉત્સવ બૈન્સએ કહ્યુ કે રંજન ગોગોઈને જાણી જોઈને ફસાવાની અને બદનામ કરવાની  કોશિશ કરાઈ રહી છે. તેમણે કોર્ટ સમક્ષ સીલબંધ દસ્તાવેજો પ્રસ્તુત કર્યા છે. જેમા સીસીટીવી ફુટેજ હોવાનો સામે આવી રહ્યું છે. ગોગોઈના કેસની સુનાવણી કરનારી બેંચે આઈબી ડાયરેક્ટર,સીબીઆઈ ચીફ અને દિલ્લી પોલિસ કમિશ્નરને દસ્તાવેજો વિશે માહિતગાર કર્યા છે. તે સાથે જ સીજેઆઈના વકીલને સુરક્ષા આપવા આદેશ કર્યા છે.