Tirupati/ વડાપ્રધાન મોદી તિરુપતિ પહોંચ્યા ,સોમવારે સવારે શ્રી વેંકટેશ્વર મંદિરમાં દર્શન અને પૂજા કરશે

તેલંગાણામાં અનેક જનસભાઓને સંબોધિત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે આંધ્રપ્રદેશના તિરુપતિ પહોંચ્યા હતા

Top Stories India
9 3 વડાપ્રધાન મોદી તિરુપતિ પહોંચ્યા ,સોમવારે સવારે શ્રી વેંકટેશ્વર મંદિરમાં દર્શન અને પૂજા કરશે

તેલંગાણામાં અનેક જનસભાઓને સંબોધિત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે આંધ્રપ્રદેશના તિરુપતિ પહોંચ્યા હતા. અહીં તેમનું રાજ્યપાલ એસ અબ્દુલ નઝીર અને મુખ્યમંત્રી વાય એસ જગન મોહન રેડ્ડીએ સ્વાગત કર્યું હતું. PM તેમની તિરુપતિ મુલાકાત દરમિયાન સોમવારે સવારે તિરુમાલામાં શ્રી વેંકટેશ્વર મંદિરની મુલાકાત લેશે અને પૂજા કરશે. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદી સાંજે 7.40 કલાકે તિરુપતિ નજીક રેનીગુંટા એરપોર્ટ પર ઉતર્યા હતા.

અહીં, આંધ્ર પ્રદેશના રાજ્યપાલ એસ અબ્દુલ નઝીર અને મુખ્યમંત્રી વાય એસ જગન મોહન રેડ્ડીએ વડાપ્રધાન મોદીનું એરપોર્ટ પર સ્વાગત કર્યું. તેમની મુલાકાતના સંદર્ભમાં જારી કરાયેલા નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પીએમ તિરુમાલામાં રાત વિતાવશે. આ પછી, સોમવારે સવારે તે મંદિરમાં પૂજા કરશે અને પછી ત્યાંથી તેલંગાણા માટે રવાના થશે.