Not Set/ આજથી તાજ મહેલની ટિકિટમાં થઇ ગયો પાંચ ગણો વધારો

પ્રેમની નિશાની એવા તાજ મહેલ ફરવા જવું હવે મોંઘુ થઇ ગયું છે. ૧૦ ડીસેમ્બરથી તાજ મહેલની ટિકિટ મોંઘી થઇ જશે. પહેલા તાજ મહેલને જોવા માટે ભારતીયોને ૫૦ રૂપિયા અને વિદેશી નાગરિકોને ૧૧૦૦ રૂપિયા ચુકવવા પડતા હતા. ૧૦ ડીસેમ્બરથી લાગુ કરેલી નવી યોજના પ્રમાણે ભારતીય નાગરિકને ૨૫૦ રૂપિયા અને વિદેશી નાગરિકોને ૧૩૦૦ રૂપિયા આપવાના રહેશે. ભારતીય […]

Top Stories India Trending
tajj આજથી તાજ મહેલની ટિકિટમાં થઇ ગયો પાંચ ગણો વધારો

પ્રેમની નિશાની એવા તાજ મહેલ ફરવા જવું હવે મોંઘુ થઇ ગયું છે. ૧૦ ડીસેમ્બરથી તાજ મહેલની ટિકિટ મોંઘી થઇ જશે. પહેલા તાજ મહેલને જોવા માટે ભારતીયોને ૫૦ રૂપિયા અને વિદેશી નાગરિકોને ૧૧૦૦ રૂપિયા ચુકવવા પડતા હતા.

૧૦ ડીસેમ્બરથી લાગુ કરેલી નવી યોજના પ્રમાણે ભારતીય નાગરિકને ૨૫૦ રૂપિયા અને વિદેશી નાગરિકોને ૧૩૦૦ રૂપિયા આપવાના રહેશે.

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા ભીડને મામલે નવી ટિકિટ લાગુ કરવામાં આવી  છે.

જો કે ૫૦ રૂપિયાની ટિકિટ પણ ચાલુ રહેશે. આ ટિકિટથી માત્ર ચમેલી ફર્શ અને ઉપરવાળા માર્બલ પ્લેટફોર્મ સુધી જ જઈ શકાશે.

૨૦૦ રૂપિયા શાહજહાં અને મુમતાજની કબ્ર સુધી જઈ શકાશે.