Not Set/ વૃદ્ધ દંપતીએ બહાદુરીની આપી મિસાલ,હિંમતપૂર્વક સામનો કરી કેવી રીતે ચોરોનો ભગાડ્યા,જુઓ

તમિલનાડુ, તમિલનાડુમાં એક વૃદ્ધ દંપતિએ સાહસની એક નવી મિસાલ આપી છે. અહીં એક વૃદ્ધ દંપતિના ઘરે ચોર ઘુસ્યાં હતા. યે ઘટના તમિલનાડુની તિરુનેલવેલીની છે, આ આખી ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જણાવી દઈએ કે આ વિડીયો 11 ઓગસ્ટનો છે. વૃદ્ધ પુરુષ તેમના ઘરના આંગણમાં બેસીને કાંઈક કામ કરી રહ્યાં છે. તો ત્યાં જ તે […]

Top Stories
AAEA 12 વૃદ્ધ દંપતીએ બહાદુરીની આપી મિસાલ,હિંમતપૂર્વક સામનો કરી કેવી રીતે ચોરોનો ભગાડ્યા,જુઓ

તમિલનાડુ,

તમિલનાડુમાં એક વૃદ્ધ દંપતિએ સાહસની એક નવી મિસાલ આપી છે. અહીં એક વૃદ્ધ દંપતિના ઘરે ચોર ઘુસ્યાં હતા. યે ઘટના તમિલનાડુની તિરુનેલવેલીની છે, આ આખી ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જણાવી દઈએ કે આ વિડીયો 11 ઓગસ્ટનો છે. વૃદ્ધ પુરુષ તેમના ઘરના આંગણમાં બેસીને કાંઈક કામ કરી રહ્યાં છે.

તો ત્યાં જ તે તેમની પત્ની ઘરની અંદર કામ કરી રહ્યાં હતા. ત્યારે અચાનક ચોરો પાછળથી આવે છે અને વૃદ્ધનું ગળું દબાવે છે. જો કે, માણસ હાર માગતો નથી. તે નિશ્ચિતપણે તે ચોરોનો સામનો કરે છે. ત્યારે જ તેની પત્ની અંદરથી બહાર આવે છે અને તે ચોરો પર ચપ્પલ વડે હુમલો કરે છે.

વૃદ્ધ પુરુષ પણ ઉભા થઈને  ખુરશીથી હુમલો કરે છે. જણાવીએ કે ચોરો પાસે તીક્ષ્ણ હથિયારો હતા, પરંતુ તેમ છતાં વૃદ્ધ દંપતીએ હાર માની ન હતી. ચોરો પાસે ભાગવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. બંને ચોરોએ મોં છુપાવી લીધું હતું. હાલમાં પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે ચોરની ઓળખ પણ કરી છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં બંને ચોરોની ધરપકડ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.