નવી દિલ્હી/ મૃત્યુઆંક પર WHO પાસેથી ‘હિસાબ’ માંગશે ભારત, દાવોસમાં મુદ્દો ઉઠાવવાની તૈયારીમાં આરોગ્ય મંત્રાલય 

સ્વાસ્થ્ય મંત્રી WHOના તાજેતરના વિવાદાસ્પદ દાવાનો મુદ્દો ઉઠાવી શકે છે. હકીકતમાં, થોડા સમય પહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભારતમાં કોરોનાના કારણે થયેલા મૃત્યુના આંકડા જાહેર કર્યા હતા,

Top Stories India
દાવોસમાં

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય ભારતમાં વધુ કોવિડ-19 મૃત્યુદરના મુદ્દા પર સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં ચાલી રહેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)માં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના પ્રતિનિધિઓ સાથે અનૌપચારિક ચર્ચા કરી શકે છે. આ બાબતથી વાકેફ લોકોએ આ માહિતી આપી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા હાલમાં WEFમાં હાજરી આપવા માટે તેમના કેટલાક કેબિનેટ સાથીદારો સાથે જીનેવામાં છે.

આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રી WHOના તાજેતરના વિવાદાસ્પદ દાવાનો મુદ્દો ઉઠાવી શકે છે. હકીકતમાં, થોડા સમય પહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભારતમાં કોરોનાના કારણે થયેલા મૃત્યુના આંકડા જાહેર કર્યા હતા, જે ભારત સરકારના આંકડાઓથી તદ્દન અલગ હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં 1 જાન્યુઆરી, 2020 થી 31 ડિસેમ્બર, 2021 વચ્ચે કોવિડને કારણે 47 લાખ લોકોના મોત થયા છે. જ્યારે ભારત સરકારના સત્તાવાર આંકડા મુજબ આ સંખ્યા લગભગ 520,000 હોવાનું કહેવાય છે.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ નામ ન આપવાની વિનંતી કરતાં જણાવ્યું હતું કે, “એવી સંભાવના છે કે કેન્દ્રીય મંત્રી WEF ખાતે WHO પ્રતિનિધિઓ સાથે આ મુદ્દે ચર્ચા કરે. આ તાજેતરમાં વિવાદનો વિષય બન્યો છે, જ્યારે WHOએ આંકડા જાહેર કર્યા ત્યારે સરકારે સ્પષ્ટપણે કહ્યું હતું કે કોવિડથી જે રીતે વધુ મૃત્યુનો અંદાજ લગાવવામાં આવ્યો હતો તેનાથી તે સહમત નથી. ભારત હવે WHO સાથે વ્યક્તિગત રીતે આ મુદ્દે ચર્ચા કરી શકે છે.

5 મે ના રોજ, WHOએ એક અહેવાલ બહાર પાડ્યો હતો કે ભારતમાં COVID-19ને કારણે મૃત્યુઆંક 31 ડિસેમ્બર, 2021 સુધી નોંધાયેલા 481,000 COVID-19 મૃત્યુ કરતાં લગભગ 10 ગણો હતો. જોકે, ભારત સરકારે WHO ના મૂલ્યાંકન સામે વાંધો ઉઠાવતા કહ્યું કે “પ્રક્રિયા, પદ્ધતિ અને પરિણામ” ઘણી બધી બાબતોમાં ખામીયુક્ત છે. સરકારી અધિકારીઓએ તે સમયે કહ્યું હતું કે આ મામલો તમામ યોગ્ય પ્લેટફોર્મ પર ઉઠાવવામાં આવશે.

WHO નો રિપોર્ટ જાહેર થયા પછી, નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) વીકે પોલે કહ્યું હતું કે, “ભારત આ સંખ્યાઓને સ્પષ્ટપણે નકારી કાઢે છે. અમે આ મામલો WHO સાથે ઉઠાવીશું અને વિશ્વ સમક્ષ અમારું વલણ પણ રજૂ કરીશું.”

આ પણ વાંચો:લશ્કરના બે હાઈબ્રિડ આતંકીઓની શ્રીનગરમાંથી ધરપકડ, મોટી સંખ્યામાં મળી આવ્યા હથિયાર 

આ પણ વાંચો:સાઉદી અરેબિયામાં કોરોનાનો કહેર, ભારત સહિત 16 દેશોની મુસાફરી પર પ્રતિબંધ

આ પણ વાંચો:દેશમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડા સાથે આજે નવા 2022 કેસ,45 દર્દીઓના મોત