Not Set/ સીબીઆઇના ટોપ લેવલના 12 અધિકારીઓની સાગમટે બદલી, કેસોને પડશે અસર

દિલ્હી દેશની સૌથી મોટી તપાસ એજન્સી સીબીઆઈમાં બે ડાયરેક્ટરો વચ્ચેની લડાઇ પછી સીબીઆઇના મોટા ભાગના ઓફિસરોની એક સામટી બદલી કરી દેવામાં આવી છે.સીબીઆઇના 12 જેટલા ઉચ્ચ અધિકારીઓની બદલી થઇ જતાં આ સર્વોચ્ચ તપાસ એજન્સીમાં સન્નાટો વ્યાપ્યો હતો. ગુજરાત કેડરના સીબીઆઇના જોઇન્ટ ડાયરેક્ટર એ કે શર્માની પણ બદલી રાજીવ ગાંધી હત્યા કેસની તપાસ કરી રહેલ મલ્ટી […]

Top Stories India Trending
CBI PTI સીબીઆઇના ટોપ લેવલના 12 અધિકારીઓની સાગમટે બદલી, કેસોને પડશે અસર

દિલ્હી

દેશની સૌથી મોટી તપાસ એજન્સી સીબીઆઈમાં બે ડાયરેક્ટરો વચ્ચેની લડાઇ પછી સીબીઆઇના મોટા ભાગના ઓફિસરોની એક સામટી બદલી કરી દેવામાં આવી છે.સીબીઆઇના 12 જેટલા ઉચ્ચ અધિકારીઓની બદલી થઇ જતાં આ સર્વોચ્ચ તપાસ એજન્સીમાં સન્નાટો વ્યાપ્યો હતો.

ગુજરાત કેડરના સીબીઆઇના જોઇન્ટ ડાયરેક્ટર એ કે શર્માની પણ બદલી રાજીવ ગાંધી હત્યા કેસની તપાસ કરી રહેલ મલ્ટી ડિસીપ્લીનરી મોનિટરીંગ એજન્સીમાં કરી દેવામાં આવી છે.

સીબીઆઈના ડીઆઇજી મનીષ કુમાર સિન્હાની બદલી નાગપુર એન્ટી કરપ્શન બ્યુરોના ડીઆઇજી તરીકે કરવામાં આવી છે.ડીઆઇજી તરુણ ગૌબાની પણ બદલી કરવામાં આવી છે.

સીબીઆઈના ડીએસપી એ કે બક્ષીની બદલી પોર્ટ બ્લેયર કરી દેવામાં આવી છે જ્યારે એડિશનલ એસપી એસએસ ગુમની બદલી જબલપુર કરવામાં આવી છે.

આ બંને અધિકારીએ રાકેશ અસ્થાના વિરૂદ્ધ કેસની તપાસ ચલાવી રહ્યાં હતાં. એટલુ જ નહીં, ડીઆઇજી જસબીર સિંહ, ડીઆઇજી અનીશ પ્રસાદ, ડીઆઇજી કેઆર ચૌરસિયા, હેટ ઓફ બ્રાંચ રામ ગોપાલ અને એસપી સતીસ ડાગરની પણ બદલી કરી દેવામાં આવી છે.

સીબીઆઈના JC(P) તરૂણ કુમાર શર્મા, એ આઈ મનોહર, ઝોનલ હેટ વી મુરૂગેશન અને DIG અમિત કુમારની બદલી/પોસ્ટિંગ કરી દેવામાં આવ્યું છે. આ તમામ અધિકારીઓ રાકેશ અસ્થાના વિરૂદ્ધ કેસની તપાસમાં સામેલ હતાં. સીબીઆઈ ઓફિસને સીલ કરવાના અહેવાલોને સીબીઆઈના પ્રવક્તાએ રદિયો આપ્યો હતો.

તમને જણાવી દઈએ સીબીઆઈના એવા ચાર કેસ જેણે આખા દેશને હચમચાવી મુક્યા છે : 

1 જયારે સુપ્રીમ કોર્ટે કહ્યું “પાંજરાનો પોપટ”

2013માં સુપ્રીમ કોર્ટે સીબીઆઈને “પાંજરાનો પોપટ” કહ્યો હતો. જસ્ટિસ આરએમ લોઢાએ કહ્યું કે, કોલસા કૌભાંડ બાબતે સીબીઆઈ તપાસમાં કેન્દ્ર સરકારની દખલગીરી ચોખ્ખી દેખાઈ આવે છે. સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી પર વિરોધ પક્ષ દ્વારા તત્કાલીન સરકારની ખુબ ટીકા કરવામાં આવી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મેલી કથા છે, જેમાં ઘણા સાહેબો છે અને એક પોપટ છે.

2 સીબીઆઈ ચીફ રણજિત સિંહા વિરુદ્ધ ક્રિમિનલ કેસ 

નવેમ્બર 2014માં તત્કાલીન સીબીઆઈ ચીફ રણજિત સિંહા વિરુદ્ધ એક પીઆઈએલ કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, સિંહાએ એમના અધિકારનો દુરુપયોગ કર્યો અને ઘણા કેસોમાં આરોપીઓને એમના ઘરે મળ્યા હતા. કોર્ટે સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર એમએલ શર્માને સિંહા વિરુદ્ધ લગાવાયેલા આરોપોમાં તપાસ કરવા કહ્યું હતુ. શર્માના રિપોર્ટના આધારે સીબીઆઈએ સિંહા વિરુદ્ધ ક્રિમિનલ કેસ દાખલ કર્યો હતો.

3 એપી સિંહ વિરુદ્ધ ક્રિમિનલ કેસ 

એપી સિંહ વિરુદ્ધ સીબીઆઈએ ક્રિમિનલ કેસ દાખલ કર્યો હતો. તેમના પર આરોપ લાગ્યો હતો કે, માંસ નિકાસકર્તા મોઇન કુરેશી લોકો પાસેથી સીબીઆઈના કેસો સેટલ કરવાના પૈસા માંગતો હતો, અને એવું કહેતો હતો કે, તેને સીબીઆઈ ચીફ એપી સિંહ સાથે  નજીકના સંબંધો છે.

4 બંસલ પરિવારની આત્મહત્યા

સપ્ટેમ્બર 2016માં કોર્પોરેટ અફેરના પૂર્વ ડાયરેક્ટર બીકે બંસલ અને એમના પુત્રે ઘરે આત્મહત્યા કરી લીધી હતી. બંસલ વિરુદ્ધ લાંચ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ બંસલની પત્ની અને પુત્રીએ પણ આત્મહત્યા કરી લીધી હતી. એમણે સુસાઇડ નોટમાં સીબીઆઈના કેટલાક મોટા માથાઓ દ્વારા એમને ધમકી આપવા અને ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો.