Not Set/ મિસાઈલ ડિફેન્સ : ભારતે ઇઝરાયેલ સાથે કરી શસ્ત્રોની મોટી ડીલ

રશિયા સાથે S-400 ડીલ બાદ ભારતે ઇઝરાયેલની આધુનિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ માટે એક મોટી ડીલ કરી છે.  આ ડીલ હેઠળ ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીને 777 મિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. જે હેઠળ ઇઝરાયેલી કંપની ભારતીય નૌસેનાની 7 શિપને LRSAM એર અને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ આપશે. બુધવારે કંપની તરફથી આ જાણકારી આપવામાં આવી હતી. IAI એ જણાવ્યું કે, […]

Top Stories India
vs151210 003 મિસાઈલ ડિફેન્સ : ભારતે ઇઝરાયેલ સાથે કરી શસ્ત્રોની મોટી ડીલ

રશિયા સાથે S-400 ડીલ બાદ ભારતે ઇઝરાયેલની આધુનિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ માટે એક મોટી ડીલ કરી છે.  આ ડીલ હેઠળ ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીને 777 મિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. જે હેઠળ ઇઝરાયેલી કંપની ભારતીય નૌસેનાની 7 શિપને LRSAM એર અને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ આપશે. બુધવારે કંપની તરફથી આ જાણકારી આપવામાં આવી હતી.

IAI એ જણાવ્યું કે, પ્રોજેક્ટની મુખ્ય કોન્ટ્રાક્ટર ભારતની સરકારી કંપની ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) સાથે એમણે આ ડીલ મેળવી છે. જણાવી દઈએ કે, LRSAM એક એર અને મિસાઈલ સિસ્ટમ છે. જેનો ઉપયોગ ઇઝરાયેલ નૌસેના સાથે ભારતીય સેનાએ પણ કરે છે.

Israel Missile Defens Horo 2 e1540378023374 મિસાઈલ ડિફેન્સ : ભારતે ઇઝરાયેલ સાથે કરી શસ્ત્રોની મોટી ડીલ

IAI ના મુખ્ય કાર્યકારી અધિકારી નિમરદ શેફરે કહ્યું કે, ભારત સાથે અમારી સાજેદારી વર્ષો જૂની છે. અને હવે અમે સંયુક્ત રૂપે સિસ્ટમના વિકાસ અને પ્રોડક્શન પર કામ કરી રહ્યા છીએ. એમણે કહ્યું કે, IAI માટે ભારત એક મોટું માર્કેટ છે. વધતી પ્રતિસ્પર્ધાને જોતા ભારતમાં અમારી સ્થિતિ વધારે મજબૂત કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ.

જણાવી દઈએ કે, અમેરિકા અને રશિયા સાથે ઇઝરાયેલ પણ ભારત માટે હથિયારોનું મોટું સપ્લાયર બનીને ઉભર્યું છે. ગયા વર્ષે IAI એ ભારતીય સેના અને નેવીને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ પુરી પાડવા માટે લગભગ 2 અરબ ડોલરની ડીલ કરી હતી.