ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડને ફાઈનલમાં 100 રનથી હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. આ ઐતિહાસિક જીત બાદ બીસીસીઆઈ (BCCI)એ ટીમ માટે 7.5 કરોડ રૂપિયાનું પ્રાઈઝ મની જાહેર કર્યું છે. BCCIના સેક્રેટરી દેવજીત સૈકિયાએ શનિવારે આ જાહેરાત કરી હતી.
દેવજીત સૈકિયાએ કહ્યું કે ટીમ ઈન્ડિયાની જીતથી આખો દેશ ખુશ છે. આખી ટુર્નામેન્ટ દરમિયાન ટીમ અજેય રહી, જે ખૂબ પ્રશંસનીય સિદ્ધિ છે. તેમણે વર્લ્ડ કપ જીતનારી ટીમને 7.5 કરોડ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી.

ફાઈનલ મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. વૈભવ સૂર્યવંશીએ 80 બોલમાં 175 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમતા ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. આ શાનદાર પ્રદર્શન બદલ તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
ટૂર્નામેન્ટ દરમિયાન પણ વૈભવ સૂર્યવંશી સૌથી વધુ ચર્ચા
ટૂર્નામેન્ટ દરમિયાન પણ વૈભવ સૂર્યવંશી સૌથી વધુ ચર્ચામાં રહ્યો. તેણે 7 મેચમાં 62.71ની સરેરાશથી કુલ 439 રન બનાવ્યા હતા. જેમાં 41 ચોગ્ગા અને 30 છગ્ગા સામેલ હતા. આ કારણે તેને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પણ પસંદ કરવામાં આવ્યો હતો.
જીત બાદ ટીમના ખેલાડીઓએ ભવ્ય ઉજવણી કરી હતી. વૈભવ સૂર્યવંશીએ ભોજપુરી ગીત ‘સોરી-સોરી’ પર ટીમ સાથે ડાન્સ કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. IPL ટીમ રાજસ્થાન રોયલ્સે પણ આ વીડિયો શેર કરીને ‘એક બિહારી સબ પે ભારી’ લખ્યું હતું, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

વૈભવ સૂર્યવંશીએ પોતાના એવોર્ડ સપોર્ટ સ્ટાફને સમર્પિત કર્યો
વૈભવ સૂર્યવંશીએ પોતાના એવોર્ડ સપોર્ટ સ્ટાફને સમર્પિત કર્યો હતો. તેણે કહ્યું કે ટીમના સપોર્ટ સ્ટાફ અને કોચિંગ ટીમના માર્ગદર્શન વગર આ સફળતા શક્ય ન હતી.
https://twitter.com/Bablu_yadav65/status/2019958160711381092
વૈભવના પરિવારજનોએ પણ તેની સિદ્ધિ પર ગર્વ વ્યક્ત કર્યો છે. તેના પિતા સંજીવ સૂર્યવંશીએ કહ્યું કે વૈભવ અને સમગ્ર ટીમનું પ્રદર્શન શાનદાર હતું અને આ ઇનિંગ્સ ઐતિહાસિક છે. તેના કાકા અને દાદાએ પણ કહ્યું કે નાની ઉંમરે આવી ઇનિંગ્સ રમવી મોટી સિદ્ધિ છે અને તે ભવિષ્યમાં ભારતીય સિનિયર ટીમમાં રમશે તેવી આશા વ્યક્ત કરી.
ક્રિકેટ ઇતિહાસમાં ખાસ સિદ્ધિ મેળવી
ભલે વૈભવ ડબલ સેન્ચુરી ફટકારવામાં ચૂકી ગયો, પરંતુ 15 વર્ષથી ઓછી ઉંમરે 175 રન બનાવવી ક્રિકેટ ઇતિહાસમાં ખાસ સિદ્ધિ માનવામાં આવે છે. ભારતની આ જીતે ફરી એકવાર દેશને ક્રિકેટની દુનિયામાં ગૌરવ અપાવ્યું છે.
આ પણ વાંચો:ક્રિકેટના ઈતિહાસનો સૌથી શરમજનક રેકોર્ડ! એક જ દિવસમાં 3 વાર આઉટ થયો આ પાકિસ્તાની ખેલાડી
આ પણ વાંચો:હાર્દિક પંડ્યાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 વર્ષ પૂર્ણ, કહ્યું“આ તો ફક્ત શરૂઆત છે”
આ પણ વાંચો:ટેસ્ટ ક્રિકેટના નિયમોમાં મોટો ફેરફાર, બેટ્સમેન-વિકેટકીપરને મળી રાહત, ‘બન્ની હોપ’ પર પ્રતિબંધ લગાવાયો
