Not Set/ ઉત્તરપ્રદેશના બસ્તીમાં નિર્માણધીન બ્રિજ થયો ધરાશયી, ૪ લોકો ઘાયલ

બસ્તી, દેશભરમાં છેલ્લા કેલ્લક સમયથી વર્ષી રહેલા ભારે વરસાદના કારણે અનેક રાજ્યોમાં નોધપાત્ર નુકશાન થવા પામ્યું છે. આ દરમિયાન વરસાદના ઈમારતો તેમજ બ્રિજ ધરાશયી થવાની ઘટનાઓમાં વધારો થયો છે. શનિવાર સવારે ૭.૩૦ વાગ્યે ઉત્તરપ્રદેશના બસ્તીમાં પણ એક નિર્માણધીન બ્રિજ ધરાશયી થવાની ઘટના સામે આવી છે. Basti: Rescue operation is still underway at the site where […]

Top Stories India Trending
basti ઉત્તરપ્રદેશના બસ્તીમાં નિર્માણધીન બ્રિજ થયો ધરાશયી, ૪ લોકો ઘાયલ

બસ્તી,

દેશભરમાં છેલ્લા કેલ્લક સમયથી વર્ષી રહેલા ભારે વરસાદના કારણે અનેક રાજ્યોમાં નોધપાત્ર નુકશાન થવા પામ્યું છે. આ દરમિયાન વરસાદના ઈમારતો તેમજ બ્રિજ ધરાશયી થવાની ઘટનાઓમાં વધારો થયો છે. શનિવાર સવારે ૭.૩૦ વાગ્યે ઉત્તરપ્રદેશના બસ્તીમાં પણ એક નિર્માણધીન બ્રિજ ધરાશયી થવાની ઘટના સામે આવી છે.

યુપીના બસ્તીમાં નેશનલ હાઈવે ૨૮ પર નિર્માણધીન ફ્લાઈઓવર અચાનક જ પડી ગયો હતો. આ ઘટનામાં ૪ લોકો ઘાયલ થયા છે જયારે એક વ્યક્તિ હજી પણ કાથમાળમાં દબાયા હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. તમામ ઘાયલ વ્યક્તિઓને નજીકની હોસ્પિટલમાં પહોચાડવામાં આવી રહ્યા છે અને દબાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, NHAI (નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા) દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ બ્રિજ તૈયાર કરતા પહેલા જ NHAIની બેદરકારી સામે આવી છે. અત્યારસુધીમાં બ્રિજનું ૬૦ ટકા જેટલું કામ પૂર્ણ થઇ ચુક્યું છે.

બીજી બાજુ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ સ્થાનિક પ્રશાસનને તરત જ રાહત પહોચાડવા માટે આદેશ આપ્યા છે.

સિલિગુડીમાં પડ્યો બીલ

ઉત્તરપ્રદેશ ઉપરાંત પશ્ચિમ બંગાળ સ્થિત સિલિગુડીના ગોલતુલી વિસ્તારમાં પણ શનિવાર સવારે બ્રિજ ધારાશયી થયો છે. સિલિગુડીમાં નેશનલ હાઈવે ૩૧-D રેલ્વે ફ્લાઈઓવરનો એક ભાગ તૂટી પડ્યો છે. જો કે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી.