Interesting/ લગ્ન-મંડપમાં જ ટેસ્ટ મેચના લાઈવ-સ્ટ્રીમિંગનું આયોજન, દુલ્હા-દુલ્હન ફેરા પણ મેચ જોતા જોતા જ ફર્યા

એવું કહેવામાં આવે છે કે ભારતમાં ક્રિકેટ મેચને તહેવારની જેમ ઉજવવામાં આવે છે, અને આપણા દેશમાં ક્રિકેટ પાછળ ગજબનું ગાંડપણ જોવા મળે છે. પોતાના ફેવરિટ ખેલાડીની રમત જોવા માટે લોકો ગમે તે કરવા તૈયાર થઇ જાય છે.

Ajab Gajab News Trending
a 91 લગ્ન-મંડપમાં જ ટેસ્ટ મેચના લાઈવ-સ્ટ્રીમિંગનું આયોજન, દુલ્હા-દુલ્હન ફેરા પણ મેચ જોતા જોતા જ ફર્યા

એવું કહેવામાં આવે છે કે ભારતમાં ક્રિકેટ મેચને તહેવારની જેમ ઉજવવામાં આવે છે, અને આપણા દેશમાં ક્રિકેટ પાછળ ગજબનું ગાંડપણ જોવા મળે છે. પોતાના ફેવરિટ ખેલાડીની રમત જોવા માટે લોકો ગમે તે કરવા તૈયાર થઇ જાય છે. જે આ દિવસોમાં વાયરલ થતા ફોટોથી પણ સાબિત થાય છે. આપનેજણાવી દઈએ કે, એક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં લગ્નનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જ્યારે મહેમાનો ત્યાંના મોટા પડદા પર ક્રિકેટ મેચની મજા માણતા નજરે પડે છે.

લગ્નમાં મહેમાનો ક્રિકેટ મેચની મજા માણતા મળ્યા જોવા…

તામિલનાડુમાં લગ્ન સમારોહ દરમિયાન ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ લાઇવ ચાલી રહી હતી. યજમાને તેના મહેમાનો માટે મનોરંજનનો થોડો સમય સુનિશ્ચિત કરવા તેમજ લગ્નની ધાર્મિક વિધિઓ થાય તે સુનિશ્ચિત કરવા માટે ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચનું લાઇવ પ્રસારણ કરવાનું નક્કી કર્યું હતું. આ મેચ અતિથિઓ માટે વિશાળ ટેલિવિઝન સ્ક્રીન પર સ્ટ્રીમ કરવામાં આવી હતી, જેનો એક ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

અક્ષય નટરાજન નામના ટ્વિટર યુઝરે આ ફોટો તેના એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં કેટલાક મહેમાનો ટીવી સ્ક્રીન પર ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ જોતા નજરે પડે છે. તેણે ફોટો સાથેના કેપ્શનમાં લખ્યું હતું- એક યુઝરે લખ્યું હતું કે ચેન્નઈમાં મૅચ રમાતી હોય, ટીમમાં ચેન્નઈના બે ખેલાડીઓ રમતા હોય તો એ મેચ કઈ રીતે છોડી શકાય.

ભારતીય ક્રિકેટ બોર્ડ અને આઇપીએલની મીડિયા ટીમના સભ્ય મૌલિક પરીખે આ ફોટો સોશિયલ  મીડિયા પર શેર કરતાં કહ્યું હતું કે સમારોહમાં મહેમાનોની ફુલ હાજરી માટે મેચનું લાઇવ ટેલિકાસ્ટ ફરજિયાત છે.

https://twitter.com/Kunal48729020/status/1359086974326304771?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1359086974326304771%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fbharat.republicworld.com%2Findia-news%2Fgeneral-news%2Findia-vs-england-test-match-live-streamed-at-wedding-pic-viral

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ