Not Set/ પાંચમી વનડેમાં ભારતનો 35 રને વિજય

પાંચ વનડે મેચની સીરીઝની અંતિમ અને ઔપચારિક મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો, પરંતુ ખરાબ શરૂઆત બાદ અંબાટી રાયડુ 90 , વિજય શંકર 45, અને હાર્દિક પંડ્યાની ધમાકેદાર રમતથી ભારત 252 રનના સન્માનજનક સ્કોર સુધી પહોચ્યું અને કીવી ટીમને એક પડકારરૂપ લક્ષ્ય સોપ્યું. ચોથી વનડેની જેમ આ મેચમાં પણ ભારતનો ટોપ ઓર્ડરે ફરીથી […]

Top Stories Sports
yuji chahl પાંચમી વનડેમાં ભારતનો 35 રને વિજય

પાંચ વનડે મેચની સીરીઝની અંતિમ અને ઔપચારિક મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો, પરંતુ ખરાબ શરૂઆત બાદ અંબાટી રાયડુ 90 , વિજય શંકર 45, અને હાર્દિક પંડ્યાની ધમાકેદાર રમતથી ભારત 252 રનના સન્માનજનક સ્કોર સુધી પહોચ્યું અને કીવી ટીમને એક પડકારરૂપ લક્ષ્ય સોપ્યું. ચોથી વનડેની જેમ આ મેચમાં પણ ભારતનો ટોપ ઓર્ડરે ફરીથી ધબડકો વાર્યો હતો.

Image

જયારે  એક સમયે 18 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ અંબાતી રાયડુએ સૌથી વધુ  90 રન કરી ભારતીય ઇનિંગ્સને સન્માન જનક સ્કોર સુધી પહોચાડવામાં મદદ કરી હતી . સામે છેડે કેદાર જાધવે રાયડુનો સાથ આપતા 45 બોલમાં 34 રન બનાવ્યા હતાં.

Image

ત્યારબાદ 44મી ઓવરમાં  ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યાએ વિસ્ફોટક રીતે બેટિંગ કરતા ફક્ત 22 બોલમાં 5 છગ્ગા અને 2 ચોક્કાની મદદથી 45 રન કર્યા હતા. જયારે ભારતના ટોપ ઓર્ડરનો એક વાર ફરી ધબડકો થતા રોહિત શર્મા, શિખર ધવન, શુભમન ગિલ અને એમએસ ધોની સિંગલ ડિજિટ સ્કોરમાં આઉટ થયા હતા.

kiwi team પાંચમી વનડેમાં ભારતનો 35 રને વિજય

ન્યુઝીલેન્ડ  માટે મેટ હેનરીએ 4, ટ્રેન્ટ બોલ્ટ 3 અને જેમ્સ નીશમે 1 વિકેટ લીધી હતી.

ઇનીગ બ્રેક બાદ કિવીઝ ટીમે શરૂઆતમાં મોહમ્મદ શામીએ 2 મહત્વની વિકેટ ઝડપાતા હેનરી નિકોલ્સ અને મુનરોને પ્રેવેલીયન પહોચાડ્યા હતા.

mohammad shami પાંચમી વનડેમાં ભારતનો 35 રને વિજય

જયારે હાર્દિક પંડ્યાએ અતિમહત્વની એવી રોસ ટેલરની વિકેટ ઝડપાતા અને (મેન વિથ ગોલ્ડન આર્મ) કેદાર જાધવે કેપ્ટન વિલિયમ્સનને  39 રને આઉટ કરી દીધો હતો.

Image

જયારે ફીરકી બોલર ચહલે 3 વિકેટ ઝડપતા ટોળ એસ્ટલ 10 રન, લાથમ 36 રન અને ગ્રાન્ડહોમને 11 રને શિકાર બનાવ્યો હતો.  જેમ્સ નીશમ 44 રનની આકમક રમત બાદ રન આઉટ થયો હતો. સેન્ટનર 22 રને હાર્દિક નો શિકાર બન્યો હતો. જયારે અંતિમ વિકેટ બોલ્ટ ને ભુવનેશ્વરે 1 રને આઉટ કરી ટીમ ઈન્ડિયાને 35 રને જીત અપાવી હતી.

ભારત તરફથી યઝુવેન્દ્ર ચહલ 3, શામી 2, પંડ્યા 2 જયારે કેદાર જાધવ અને ભુવનેશ્વરે 1-1 વિકેટ ઝડપી હતી.