IND vs SL/ આ ખેલાડીને લઈ ભુતપૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે કરી મોટી ભવિષ્યવાણી

ગાવસ્કરે ધર્મશાલામાં સતત બે દિવસે રમાયેલી બે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાના પ્રયાસોની પ્રશંસા કરી છે. શનાકાની પાવર હિટિંગથી ગાવસ્કર પ્રભાવિત થયા હતા.

Sports
Untitled 81 આ ખેલાડીને લઈ ભુતપૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે કરી મોટી ભવિષ્યવાણી

સુનીલ ગાવસ્કરે શનાકા વિશે કહ્યું, “મને ખરેખર નવાઈ લાગે છે કે તેને આઈપીએલની કોઈપણ ફ્રેન્ચાઈઝી દ્વારા લેવામાં આવ્યો નથી. કદાચ તે પહેલા તેનું પ્રદર્શન બહુ સારું નહોતું. પરંતુ ભારત સામે તેના બેટિંગ પ્રદર્શનને જોઈને ખૂબ જ સુખદ અનુભૂતિ થાય છે. જોકે, હવે તે લગભગ દરેક ફ્રેન્ચાઈઝીના રડાર પર હશે. કોઈ વિદેશી ખેલાડીને ઈજા થવાના કિસ્સામાં, ફ્રેન્ચાઈઝી તેના પર દાવ લગાવી શકે છે.

શ્રીલંકા ક્રિકેટ ટીમને ભારત સામેની T20 સિરીઝમાં 0-3થી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર છતાં ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર શ્રીલંકાના એક ક્રિકેટરના વખાણ કરતા થાકતા નથી. ગાવસ્કરે ધર્મશાલામાં સતત બે દિવસે રમાયેલી બે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાના પ્રયાસોની પ્રશંસા કરી છે. શનાકાની પાવર હિટિંગથી ગાવસ્કર પ્રભાવિત થયા હતા. તેમણે શનાકાના ભવિષ્યને લઈને મોટું નિવેદન આપ્યું છે.

India vs Sri Lanka: Sunil Gavaskar Makes A Big Prediction For Sri Lanka Cricketer Dasun Shanaka-mjs

સુનીલ ગાવસ્કરે શનાકા વિશે કહ્યું, “મને ખરેખર નવાઈ લાગે છે કે તેને આઈપીએલની કોઈપણ ફ્રેન્ચાઈઝી દ્વારા લેવામાં આવ્યો નથી. કદાચ તે પહેલા તેનું પ્રદર્શન બહુ સારું નહોતું. પરંતુ ભારત સામે તેના બેટિંગ પ્રદર્શનને જોઈને ખૂબ જ સુખદ અનુભૂતિ થાય છે. જોકે, હવે તે લગભગ દરેક ફ્રેન્ચાઈઝીના રડાર પર હશે.કોઈ વિદેશી ખેલાડીને ઈજા થવાના કિસ્સામાં, ફ્રેન્ચાઈઝી તેના પર દાવ લગાવી શકે છે.

સુનીલ ગાવસ્કરે વધુમાં કહ્યું, “શનાકાએ માત્ર યુવા ભારતીય ઝડપી બોલરો સામે જ શોટ નથી રમ્યા, પરંતુ તેણે જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર સામે પણ નિર્ભયતાથી બેટિંગ કરી હતી. આ જોઈને હું તેનાથી ખૂબ પ્રભાવિત થયો હતો.”

શનાકા એક ખાસ ખેલાડી છે

ગાવસ્કરે વધુમાં ઉમેર્યું, ” તેણે જે રીતે રન બનાવ્યા તે ટોચના ભારતીય આક્રમણ સામે હતું. તેણે બુમરાહ અને ભુવનેશ્વર સામે રન બનાવ્યા. તે સિવાય મોહમ્મદ સિરાજ અને અવેશ ખાન જેવા યુવા ખેલાડીઓ સામે પણ તેણે રન બનાવ્યા. શાનદાર છે. તેનો અર્થ છે કે તે એક ખાસ ખેલાડી. છે. “

ટી-20 સિરીઝમાં શનાકાનું બેટ જોરદાર દોડ્યું હતું

શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ T20I શ્રેણીમાં તેના પ્રદર્શનથી ખૂબ પ્રભાવિત કર્યા. તેણે બીજી મેચમાં 47 રન બનાવ્યા હતા. આ પછી, ત્રીજી મેચમાં, જ્યારે આખી ટીમ વેરવિખેર થઈ ગઈ હતી, ત્યારે તે મેદાનમાં એકલો ઊભો રહ્યો હતો અને 74 રનની તોફાની ઈનિંગ રમીને અંત સુધી અણનમ રહ્યો હતો. T20 સીરીઝ બાદ હવે ભારત અને શ્રીલંકા વચ્ચે 4 માર્ચથી બે મેચની ટેસ્ટ સીરીઝ શરૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચ મોહાલીમાં રમાશે.

Life Management / ચિત્રકારની દુકાન પર વિચિત્ર ચિત્રો હતા, જ્યારે પૂછવામાં આવ્યું  તો જણાવ્યુ કે, ‘આ પ્રસંગના ચિત્રો છે’…આનો અર્થ શું હતો?

મહાશિવરાત્રી / ગ્રહોના દોષથી થાય છે આ બીમારીઓ, મહાશિવરાત્રિ પર આ ઉપાય કરવાથી મળી શકે છે રાહત

મહાશિવરાત્રી / આ જ્યોતિર્લિંગની સ્થાપના પાંડવો દ્વારા કરવામાં આવી હતી, માટે જ  માત્ર 6 મહિના જ દર્શન થાય છે