Not Set/ અમે અમારા પિતા ગુમાવ્યા છે,અમે પીડા અનુભવી છે : રાહુલ અને પ્રિયંકાએ શહીદના પરિવારને આપી સાંત્વના

શામલી, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને તેમની બહેન અને કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પુલવામા એટેકમાં 14 ફેબ્રુઆરીના રોજ શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના ઘરે પહોંચ્યા. બંને શામલીમાં શહીદ અમિત કુમાર કોરી માટે આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં હાજર રહ્યા હતા. પ્રિયંકા અને રાહુલ આશરે 15 મિનિટ તેઓ પીડિતના પરિવાર સાથે રહ્યા. શહીદ અમિત કુમાર કોરીની […]

India
2o 17 અમે અમારા પિતા ગુમાવ્યા છે,અમે પીડા અનુભવી છે : રાહુલ અને પ્રિયંકાએ શહીદના પરિવારને આપી સાંત્વના

શામલી,

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને તેમની બહેન અને કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પુલવામા એટેકમાં 14 ફેબ્રુઆરીના રોજ શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના ઘરે પહોંચ્યા. બંને શામલીમાં શહીદ અમિત કુમાર કોરી માટે આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં હાજર રહ્યા હતા.

पुलवामा में शहीद हुए शामली के जवान के घर पहुंचे राहुल-प्रियंका

પ્રિયંકા અને રાહુલ આશરે 15 મિનિટ તેઓ પીડિતના પરિવાર સાથે રહ્યા. શહીદ અમિત કુમાર કોરીની ટ્રેનિંગ પછી પ્રથમ પોસ્ટિંગ હતી. શહીદ અમિત કોરીના પરિવારમાં માતાપિતા સાથે બે ભાઈઓ છે.

पुलवामा में शहीद हुए शामली के जवान के घर पहुंचे राहुल-प्रियंका

શહીદને શ્રધ્ધાંજલી આપતાં રાહુલ ગાંધીએ કહ્યું કે હું અને મારી બહેન જ્યારે અહીં આવી રહ્યાં હતા ત્યારે મારી બહેને મને કહ્યું કે અમારા પિતા સાથે પણ આવું જ બન્યું હતું.તમારા હ્રદયમાં કેવી પીડા થતી હોય છે તેનો અમને અનુભવ છે.

पुलवामा में शहीद हुए शामली के जवान के घर पहुंचे राहुल-प्रियंका

શહીદ પ્રદીપ કુમાર પ્રજાપતિના પરિવારજનોને મળીને રાહુલ-પ્રિયંકા શોક વ્યક્ત કર્યો હતો. શહીદ પ્રદિપ કુમાર પ્રજાપતિના લગ્ન કરેલ હતા. શહિદ પ્રદીપ કુમાર પ્રજાપતિના ઘરે માતાપિતા, પત્ની અને 2 બાળકો છે.શહીદ પ્રદીપ કબડ્ડી ખેલાડી હતા અને છેલ્લા 9 વર્ષથી કાશ્મીરમાં તૈનાત હતા. તેમનો સૌથી મોટો પુત્ર 12માં, જ્યારે નાના પુત્ર 9મા ઘોરણમાં છે.યુપીમાં શહીદ પ્રદીપ કુમારનું સ્મૃતિસ્થળ બનાવવામાં આવ્યું છે.

पुलवामा में शहीद हुए शामली के जवान के घर पहुंचे राहुल-प्रियंका

 14 ફેબ્રુઆરીએ, પુલવામાં હુમલામાં સીઆરપીએફના 40 સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા. આત્મઘાતી હમલાવારોએ સીઆરપીએફની બસ પર હુમલો કર્યો હતો.