Not Set/ પશ્ચિમ બંગાળ:પુત્રીના અપહરણ કેસમાં બીજેપી નેતાની થઇ ધરપકડ

પશ્ચિમ બંગાળ, પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં એક સ્થાનિક બીજેપી નેતા સુપ્રભાત બટબ્યાલે પોતાની જ પુત્રીના અપહરણના મામલે રવિવારે ધરપકડ કરવામાં આવી. આ કેસમાં બે અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપી હતી. સુપ્રભાત બટબ્યાલની પુત્રીનું ગુરુવારે ગનપોઇન્ટ પર અપહરણ કરવામાં આવ્યું હતું. ઘટના પછી, લાભપુરનું વાતાવરણ તણાવપૂર્ણ થઇ […]

Top Stories India
rre 1 પશ્ચિમ બંગાળ:પુત્રીના અપહરણ કેસમાં બીજેપી નેતાની થઇ ધરપકડ

પશ્ચિમ બંગાળ,

પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં એક સ્થાનિક બીજેપી નેતા સુપ્રભાત બટબ્યાલે પોતાની જ પુત્રીના અપહરણના મામલે રવિવારે ધરપકડ કરવામાં આવી. આ કેસમાં બે અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપી હતી.

સુપ્રભાત બટબ્યાલની પુત્રીનું ગુરુવારે ગનપોઇન્ટ પર અપહરણ કરવામાં આવ્યું હતું. ઘટના પછી, લાભપુરનું વાતાવરણ તણાવપૂર્ણ થઇ ગયું હતું. ટોળાએ ટીએમસીના નેતા મનીરૂલ ઇસ્લામની કાર પર હુમલો કર્યો અને તેની ગાડીનો પીછો કર્યો. બચવા માટે તેમની ભાગીને પોલીસ સ્ટેશનમાં છુપાવું પડ્યું.

એક અધિકારીએ જણાવ્યું હતું કે 22 વર્ષીય છોકરીને શોધવા માટે બીરભૂમ પોલીસે ઉત્તર દિનાજપુર પોલીસ સાથે સંયુક્ત કામગીરી હાથ ધરી હતી. રવિવારે સવારે યુવતી ડાલખોલા વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું. તેમણે જણાવ્યું હતું કે રવિવારે બે આરોપી રાજુ સરકાર અને દીપક મંડળની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે પુત્રીના અપહરણમાં બટબ્યાલનો હાથ હતો. આ પછી તેની ધરપકડ કરવામાં આવી.

બીરભૂમ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્યામ સિંહે જણાવ્યું હતું કે, “અમે આ સવારે ડાલખોલાથી છોકરીને બચાવી છે અને હાલ તે સારી છે અને ખરેખર શું થયું તે જાણવા માટે અમે તેની સાથે વાત કરી રહ્યા છીએ. અમે છોકરીના પિતાની પણ ધરપકડ કરી છે કારણ કે અમને લાગે છે કે તેની અપહરણમાં મુખ્ય ભૂમિકા છે.

જ્યારે અપહરણ પાછળના હેતુ વિશે પૂછવામાં આવ્યું ત્યારે સિંહે જણાવ્યું કે, “આના માટે બે કારણો હોઈ શકે છે: કૌટુંબિક સમસ્યાઓ અને બીજુ રાજકીય ફાયદા. અમે આ બાબતની તપાસ કરી રહ્યા છીએ. અમે ત્રણેયની પૂછપરછ કરી રહ્યા છીએ.’

આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા રાજુ સરકાર ઘર બનવાનાર મિસ્ત્રી તરીકે કામ કરે છે, જ્યારે મંડળ તેમને ફેક્ટરીમાં નોકરી કરે છે. સરકાર અને મંડળ બંને દાર્જિલિંગ જિલ્લાના નક્સલબાડીના રહેવાસી છે. બંનેએ અટબાયલના ઘરે કામ કર્યું હતું અને અપહરણની ઘટનાના એક દિવસ પહેલાં બંને બટબ્યાલના ઘરે કામ કર્યું હતું અને અપહરણની ઘટનાના એક દિવસ પહેલા બંનેએ બટબ્યાલની સાથે મુલાકાત કરી હતી.

પોલીસ અધિક્ષજે જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે અપહરણ દરમિયાન કોઈ વિરોધ થયો નથી. આ ઘટના દરમિયાન પાડોશીઓએ કોઈ પણ પ્રકારનો અવાજ સાંભળ્યો ન હતો. શનિવારે રાત્રે, પોલીસે બુટબ્યાલની પૂછપરછ કરી અને તેની દીકરીના સ્થાન વિશે પૂછપરછ કરી. ભાજપમાં જોડાતા પહેલા, બુટબ્યાલ ટીએમસીના જિલ્લા સમિતિના સભ્ય હતા. ભાજપના જીલ્લા સ્તરના નેતાઓએ જણાવ્યું હતું કે આ ઘટનામાં ટીએમસીના ગુંડાઓનો હાથ છે.