Not Set/ લોકસભા ચૂંટણી પહેલા વ્હોટ્સએપની ફેક ન્યૂઝ પર લગામ, ફેક્ટ ચેકિંગ ફીચર કર્યું લોન્ચ

વ્હોટ્સએપ દ્વારા ભારતમાં ફેક્ટ ચેકિંગ સર્વિસ લોન્ચ કરવામાં આવી છે. ટૂંક સમયમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે તે પહેલા કંપનીએ મોટું પગલું ભર્યું છે. જો તમને એવું લાગે છે કે વ્હોટ્સએપ પર ફેક મેસેજ આવ્યો છે તો તમે તેને ચેકપોઇન્ટ ટિપલાઇન પર મોકલી શકો છો જે આ પ્રકારના ફેક મેસેજની પુષ્ટિ કરશે. તેનાથી વ્હોટ્સએપમાં વાયરલ થતા […]

India Tech & Auto
Whatsapp લોકસભા ચૂંટણી પહેલા વ્હોટ્સએપની ફેક ન્યૂઝ પર લગામ, ફેક્ટ ચેકિંગ ફીચર કર્યું લોન્ચ

વ્હોટ્સએપ દ્વારા ભારતમાં ફેક્ટ ચેકિંગ સર્વિસ લોન્ચ કરવામાં આવી છે. ટૂંક સમયમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે તે પહેલા કંપનીએ મોટું પગલું ભર્યું છે. જો તમને એવું લાગે છે કે વ્હોટ્સએપ પર ફેક મેસેજ આવ્યો છે તો તમે તેને ચેકપોઇન્ટ ટિપલાઇન પર મોકલી શકો છો જે આ પ્રકારના ફેક મેસેજની પુષ્ટિ કરશે. તેનાથી વ્હોટ્સએપમાં વાયરલ થતા જુઠ્ઠાણાઓ પર લગામ લાગશે અને લોકો સુધી માત્ર તથ્યપૂર્ણ સંદેશાઓ જ પહોંચશે.

ચેકપોઇન્ટ ટિપલાઇન ફેક્ટ ચેર કરનાર એક સ્થાનિક સ્ટાર્ટઅપ છે કે જ્યાં આ પ્રકારના નકલી કે બનાવટી સંદેશાઓની સંપૂર્ણપણે ચકાસણી કરવામાં આવશે. જે મેસેજ નકલી હશે ત્યાં False, Misleading, અથવા Disputed નું લેબલ અપાશે જ્યારે સાચા મેસેજની આગળ TRUE નું લેબલ જોવા મળશે.

વ્હોટ્સએપ દ્વારા તે ઉપરાંત ગ્રૂપ ઇન્વિટેશન ફીચર પણ લોન્ચ કરવામાં આવ્યું છે. તે અંતર્ગત એડમિન કોઇપણ યુઝર્સની સંમતિ વગર તેને ગ્રૂપમાં ઉમેરી નહીં શકે.

Whatsapp ના આ નવા ફીચર મુજબ તમે 9643000888 નંબર પર તમે કોઇ શંકાસ્પદ મેસેજને ફોરવર્ડ કરી શકો છો, ત્યારબાદ ટીમ આ મેસેજની ખરાઇ કર્યા બાદ તે નકલી છે કે સાચો તેની પુષ્ટિ કરશે.