Google Search Engine/ ગૂગલના આ નિયમોને જાણવું જરૂરી, જો જાણ્યા વિના ઉપયોગ કરશો તો જઈ શકો છો જેલ

ગૂગલ સર્ચ એ એક એવું સર્ચ એન્જિન છે જે વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે, લગભગ દરેક વ્યક્તિ દિવસમાં ઘણી વખત ગૂગલ સર્ચનો ઉપયોગ કરે છે, પરંતુ જો તમે વારંવાર કોઈ પણ સંવેદનશીલ બાબત પર ગૂગલ સર્ચ કરો છો, તો વિશ્વાસ કરો, તમે પોલીસ કોર્ટના લફડામાં ફસાઈ શકો છો. ઉપરાંત આ કરવા માટે તમારે જેલ જવું પડી શકે છે. આજે અમે તમને ગૂગલ સર્ચના આવા નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા માટે જાણવું ખૂબ જ જરૂરી છે.

Photo Gallery Tech & Auto
It is necessary to know these rules of Google, if you use them without knowing, you can go to jail

વીડિયો પાઈરેસી એક એવો ટોપિક છે જેના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને દર વર્ષે કરોડોનું નુકસાન થાય છે, તેમ છતાં લોકો તેને સતત કરતા રહે છે. જો તમે ગૂગલ સર્ચનો ઉપયોગ કરો છો અને વીડિયો પાઈરેસી જેવા સંવેદનશીલ મુદ્દા પર સતત સર્ચ કરો છો, તો સમજી લો કે વારંવાર આવું કરવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આવી સ્થિતિમાં, તમારે તેને શોધતા પહેલા સાવચેત રહેવાની જરૂર છે.

4 5 ગૂગલના આ નિયમોને જાણવું જરૂરી, જો જાણ્યા વિના ઉપયોગ કરશો તો જઈ શકો છો જેલ

ઘણા લોકો મનોરંજન માટે મહિલાઓ વિરૂદ્ધ અપરાધો સંબંધિત કન્ટેન્ટ પણ સર્ચ કરે છે, પછી તે વીડિયો હોય કે ફોટોગ્રાફ, જો તમે આવી કન્ટેન્ટ સર્ચ કરો છો તો તમારે જેલ જવું પડી શકે છે અને કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ શકે છે.

4 6 ગૂગલના આ નિયમોને જાણવું જરૂરી, જો જાણ્યા વિના ઉપયોગ કરશો તો જઈ શકો છો જેલ

ચાઈલ્ડ ઈમેજ એ એક એવો વિષય છે જેને ભારતમાં સંવેદનશીલ મુદ્દો ગણવામાં આવે છે, આ વિષય પર ઘણી બધી સામગ્રી ઓનલાઈન ઉપલબ્ધ છે, પરંતુ જો કોઈ વ્યક્તિ મનોરંજન માટે બાળ અપરાધ સંબંધિત કોઈપણ સામગ્રી શોધે છે, તો ભારત સરકાર તેની સામે પગલાં લેશે.

4 7 ગૂગલના આ નિયમોને જાણવું જરૂરી, જો જાણ્યા વિના ઉપયોગ કરશો તો જઈ શકો છો જેલ

જો તમે હથિયારો વિશે જાણવા માટે દરરોજ ગુગલ પર સર્ચ કરો છો, તો સતત આમ કરવાથી તમને જેલ થઈ શકે છે કારણ કે ઘણા ગુનેગારો આ રીતે હથિયારો વિશે જાણકારી મેળવે છે અને પછી તેને ગેરકાયદેસર માધ્યમથી મેળવે છે અને ખોટા કાર્યો માટે તેનો ઉપયોગ કરે છે. આ કન્ટેન્ટને શોધવાથી તમને જેલ થઈ શકે છે.

4 8 ગૂગલના આ નિયમોને જાણવું જરૂરી, જો જાણ્યા વિના ઉપયોગ કરશો તો જઈ શકો છો જેલ

જો તમે ગૂગલ સર્ચ પર આવી કોઈ સામગ્રી સર્ચ કરી છે જેમાં દેશ વિરોધી વાતો કરવામાં આવી રહી છે અથવા એવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે દેશ વિરુદ્ધ છે, તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.