Not Set/ બ્લેક મની સંગ્રહખોરો વિરુદ્ધ સકંજો કસાયો, ભારતને આજથી સ્વિસ બેંક ખાતાઓની વિગતો મળશે

સ્વીઝરલેંડમાં  બેંક ખાતા ધરાવતા ભારતીયોની વિગતો રવિવારથી ભારત આવવાનું શરૂ થઈ જશે. આ માટે રવિવારથી બંને દેશો વચ્ચે માહિતી આપ-લે ની સ્વચાલિત સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે. આને કારણે, કોઈપણ ભારતીય દ્વારા કરવામાં આવેલા કોઈપણ બેંકિંગ કામ વિશેની માહિતી, ભારતીય કર અધિકારીઓની સિસ્ટમમાં તરત જ અપડેટ કરવામાં આવશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) […]

Top Stories India
black money બ્લેક મની સંગ્રહખોરો વિરુદ્ધ સકંજો કસાયો, ભારતને આજથી સ્વિસ બેંક ખાતાઓની વિગતો મળશે

સ્વીઝરલેંડમાં  બેંક ખાતા ધરાવતા ભારતીયોની વિગતો રવિવારથી ભારત આવવાનું શરૂ થઈ જશે. આ માટે રવિવારથી બંને દેશો વચ્ચે માહિતી આપ-લે ની સ્વચાલિત સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે. આને કારણે, કોઈપણ ભારતીય દ્વારા કરવામાં આવેલા કોઈપણ બેંકિંગ કામ વિશેની માહિતી, ભારતીય કર અધિકારીઓની સિસ્ટમમાં તરત જ અપડેટ કરવામાં આવશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) એ કહ્યું કે, “કાળા નાણાં સામે સરકારની લડતમાં આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે અને 1 સપ્ટેમ્બરથી સિસ્ટમની શરૂઆત સાથે ‘સ્વિસ બેંક ગુપ્તતા’ નો યુગ પૂરો થશે.”

સીબીડીટી આવકવેરા વિભાગની નીતિ નિર્માણ સંસ્થા છે. સિટીબીટી દ્વારા નવી સિસ્ટમ લોન્ચ કરતાં પહેલા 20 અને 30 ઓગષ્ટ ની વચ્ચે સ્વીઝરલેંડ ના ઇન્ટરનેશનલ ફાઇનન્સ વિભાગના સચિવાલયની ટેક્સ ડિવિજન ના ઉપપ્રમુખ નિકોલસ મારિયો લ્યુસર ની અધ્યક્ષતા માં એક સ્વિસ પ્રતિનિધિ મંડળ ભારતના રાજસ્વ સચિવ એ બી પાંડે, સીબીડીટી ચેરમેન પી સી મોદી અને સીબીડીટી સદસ્ય ( કાયદા) અખિલેશ રંજન સાથે વાર્તાલાપ કર્યો હતો જેમાં આ નવી વ્યવસ્થા માટે દ્વિપક્ષીય માહિતી આદાન-પ્રદાનના વિભિન્ન પક્ષો પર ચર્ચા કરવામાં આવી હતી.

હાલમાં તમને 2018 માટેનો ડેટા મળશે

ફાઇનાન્સિયલ ઓટોમેટિક એક્સચેંજ ઓફ ફાઇનાન્સિયલ એકાઉન્ટ ઇન્ફર્મેશન (એઇઓઆઈ) હેઠળ, ભારતને અત્યારે 2018 કેલેન્ડર વર્ષની વિગતો મળશે. આમાં, સ્વીઝરલેંડમાં ભારતીય નાગરિકોના તમામ નાણાકીય હિસાબોની સંપૂર્ણ માહિતી વર્ષ 2018 દરમિયાન ભારતના કર અધિકારીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આમાં એવા એકાઉન્ટ્સ શામેલ હશે જે 2018 દરમિયાન બંધ કરવામાં આવ્યા છે.

ભારતે કાળું નાણું ધરાવતા લોકોના નામ પૂછ્યા હતા

સ્વીઝરલેંડ એક ડઝનથી વધુ ભારતીય નામો જાહેર કર્યા છે, જેણે સ્વિસ બેંકોમાં શંકાસ્પદ ભંડોળ ધરાવતા ભારતીય ખાતાધારકોને ઝડપી લેવા ભારત સાથે સંબંધિત માહિતી શેર કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે. અગાઉ 14 વ્યક્તિઓને તેમની માહિતી શેર કરતા પહેલા તેમને નોટિસ ફટકારવામાં આવી હતી. નિયમો હેઠળ, ભારત સરકારને તેમના ખાતાઓ વિશે માહિતી આપવા સામે અપીલ કરવાની છેલ્લી તક આપવા માટે આવી નોટિસો આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.