Not Set/ ગુલબર્ગ હત્યાકાંડમાં મોદીની ક્લીન ચીટને પડકારતી પીટીશન હાઇકોર્ટે ફગાવી

ગુલબર્ગ હત્યાકાંડમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની કલીનચીટને પડકારતી જાકીયા ઝાફરીની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઇકોર્ટે જણાવ્યું કે, આ મામલે નીચલી કોર્ટ વધુ તપાસ કરી શકે છે. આ પીટીશનમાં માંગણી કરવામાં આવી હતી કે, મોદી અને સિનીયર પોલીસ ઓફિસર્સ સહિત ૫૯ આ હત્યાકાંડમાં સામેલ હોવાથી તેઓને આરોપી બનાવવામાં આવે, પરંતુ આ મામલે અરજી હાઇકોર્ટે ફગાવી દીધી […]

Top Stories Gujarat
2016 6image 12 37 141004244gulbarg ll ગુલબર્ગ હત્યાકાંડમાં મોદીની ક્લીન ચીટને પડકારતી પીટીશન હાઇકોર્ટે ફગાવી

ગુલબર્ગ હત્યાકાંડમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની કલીનચીટને પડકારતી જાકીયા ઝાફરીની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઇકોર્ટે જણાવ્યું કે, આ મામલે નીચલી કોર્ટ વધુ તપાસ કરી શકે છે. આ પીટીશનમાં માંગણી કરવામાં આવી હતી કે, મોદી અને સિનીયર પોલીસ ઓફિસર્સ સહિત ૫૯ આ હત્યાકાંડમાં સામેલ હોવાથી તેઓને આરોપી બનાવવામાં આવે, પરંતુ આ મામલે અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે.

મહત્વનું છે કે, આ પીટીશન કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીની પત્ની જાકીયા જાફરીએ દાખલ કરી હતી. આ અંગે સુનાવણી ગત ૩ જુલાઈએ પૂરી થઇ હતી અને ત્યારબાદ આજે ૫ ઓકટોબરે હાઇકોર્ટે રદ કરી છે.