London/ ભાગેડુ માલ્યાનાં કિંગફિશર દેવા મામલે ભારતીય બેંક લંડન હાઈકોર્ટ પહોંચી

ભારતીય બેંકોના નેતૃત્વમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એક સમુહે ભાગેડુ વેપારી વિજય માલ્યા સામે ફરીથી લંડન હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે. આ કેસ બંધ થયેલી કિંગફિશર એરલાઇન્સને અપાયેલી લોનના સંબંધીત છે….

Business
tik tok 10 ભાગેડુ માલ્યાનાં કિંગફિશર દેવા મામલે ભારતીય બેંક લંડન હાઈકોર્ટ પહોંચી

ભારતીય બેંકોના નેતૃત્વમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એક સમુહે ભાગેડુ વેપારી વિજય માલ્યા સામે ફરીથી લંડન હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે. આ કેસ બંધ થયેલી કિંગફિશર એરલાઇન્સને અપાયેલી લોનના સંબંધીત છે.

શુક્રવારે નાદારી તેમજ કંપની બાબતોની સુનાવણી કરતી બેંચના ચીફ જસ્ટિસ માઇકલ બ્રિગ્સે વીડિયો સંપર્ક દ્વારા કેસની સુનાવણી કરી. આ સમય દરમિયાન, માલ્યા અને બેંકોના જૂથ બંને તરફથી ભારતની સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોએ બંનેની કાનૂની સ્થિતિના પક્ષમાં અને વિરોધમાં દલીલો કરી હતી. બ્રિટનમાં માલ્યા સામે નાદારી આદેશના વિરોધમાં બંને પક્ષોએ તેમની દલીલો રજૂ કરી. બેંકોએ બ્રિટનમાં માલમાં પાસેથી પૈસા વસૂલવા માટે તેમની ભારતીય સંપત્તિની નકલ છોડવાનો અધિકાર હોવાનો દાવો કર્યો હતો. તેનાથી વીરુદ્ધ માલ્યાના વકીલે કહ્યું કે ભારતમાં જાહેર ક્ષેત્રની બેંકોને સિક્યોરિટીઝનો અધિકાર આપવાની મંજૂરી નથી, કારણ કે તેમા જનતાના પૈસા લાગેલા છે.

બેંકો વતી, બેરિસ્ટર માર્સિયા શેકાર્ડમિયાને કહ્યું, “એક વ્યાવસાયિક સંસ્થા તરીકે, બેંકોનો અધિકાર છે કે તેઓ કઈ સુરક્ષા ધરાવે છે તે નિર્ણય લે.” નિવૃત્ત ન્યાયાધીશ દિપક વર્માની માલ્યા વતી રજૂ કરેલી દલીલોનો તેમણે વિરોધ કર્યો કે બેન્કો તેમની પાસેની ભારતીય સંપત્તિ પરના તેમના અધિકારને ત્યાગ કરીને યુકેના કાયદા હેઠળ નાદારી પ્રક્રિયા સ્વીકારી શકશે નહીં.

આ ભારતીયને તેમની 2 અબજ ડોલરની કંપનીને ફક્ત 73 રૂપિયામાં વેચવી પડી, જાણો કેમ

90 રૂપિયા પ્રતિલીટર નજીક પેટ્રોલ-ડીઝલ, ભાવમાં જ્વાળામુખી જેવી સ્થિતિ પણ લોકો શાંત

સાવધાન!! તમારા ખિસ્સા પર નવા વર્ષથી પડી શકે છે સીધી અસર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…