ચેમ્પિયન/ તીરંદાજી વર્લ્ડ કપમાં મિક્સ ઇવેન્ટમાં ભારતના પતિ-પત્નીએ ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો

ભારતીય જોડીએ નેધરલેન્ડ્સના જેફ વેન ડેન બર્ગ અને ગેબ્રિએલા સ્ક્લેઝરને 5-3થી હરાવી ભારતને ટૂર્નામેન્ટમાં ત્રીજો ગોલ્ડ મેડલ અપાવ્યો

Sports
couple તીરંદાજી વર્લ્ડ કપમાં મિક્સ ઇવેન્ટમાં ભારતના પતિ-પત્નીએ ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો

રવિવારે તીરંદાજી વર્લ્ડ કપ મિશ્ર ટીમ ઇવેન્ટની ફાઈનલમાં અતનુ દાસ અને તેમની પત્ની દીપિકા કુમારીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય જોડીએ નેધરલેન્ડ્સના જેફ વેન ડેન બર્ગ અને ગેબ્રિએલા સ્ક્લેઝરને 5-3થી હરાવી ભારતને ટૂર્નામેન્ટમાં ત્રીજો ગોલ્ડ મેડલ અપાવ્યો. આ પહેલા દીપિકા, અંકિતા ભગત અને કોમોલિકા બારીની ભારતીય મહિલા રિકરવ ટીમે મેક્સિકો સામે 5-1થી સરળ જીત સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગયા અઠવાડિયે ઓલિમ્પિક લાયકાત ગુમાવનાર મહિલા રિકરવ ટીમે આ ગોલ્ડ મેડલથી નિરાશાને હળવી કરવાનો પ્રયાસ કર્યો હતો. દીપિકાએ આ વર્ષે વર્લ્ડ કપમાં મહિલા ટીમને સતત બીજા સુવર્ણ ચંદ્રક તરફ દોરી હતી. જણાવી દઈએ કે શનિવારે કમ્પાઉન્ડ વ્યક્તિગત ઇવેન્ટમાં અભિષેક વર્માએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

પેરિસમાં રમાઇ રહેલી તીરંદાજીમાં  વર્લ્ડ ટુનાર્મેન્ટમાં મિક્સ સ્પર્ધામાં ભારતની દંપતીએ ગોલ્ડ મેડલ જીતીને ભારતનો નામ રોશન કર્યું હતું આ બન્ને દંપતીએ ખુબ ધ્યાનથી મેચ રમી હતી અને તેમના પ્રતિસ્પર્ધી વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો અંતે આ બન્ને દંપતીએ તેમને 5-3 થી મેચ જીતી હતી. અને દેશને ગોલ્ડ અપાવ્યું હતું