Rajkot/ ચણાની ટેકાના ભાવે ખરીદી મામલે ભારતીય કિસાન સંઘ નારાજ, કહ્યું….

રાજકોટ ચણાની ટેકાના ભાવે ખરીદી મામલે ભારતીય કિસાન સંઘ નારાજ, કહ્યું….

Rajkot Gujarat
womens day 13 ચણાની ટેકાના ભાવે ખરીદી મામલે ભારતીય કિસાન સંઘ નારાજ, કહ્યું....

રાજકોટ જીલ્લામાં આ વર્ષે માતબાર  માત્રામાં ચણાનું વાવતેર કરવામાં આવ્યું છે. પરંતુ સરકાર દ્વારા ખેડૂત દીઠ માત્ર 50 મણ ચણાની ખરીદી કરવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ અંગે કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ગત વર્ષે ખેડૂત દીઠ 125 મણ ચણાની ખરીદી કરવામાં આવી હતી.  ત્યારે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ માત્રામાં  ખેડૂતોએ ચણા નું વાવેતર કર્યું છે. તો સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી વધારવાની જગ્યાએ ઘટાડી દેવામાં આવી છે. સરકારે મોંઘવારી ધ્યાને રાખી ખરીદી કરવી જોઈએ. સરકારે ખેડૂતો પાસેથી 200 મણ ખરીદી કરવી જોઈએ.

ખેતી નિયામકે ખરીદીના બે દિવસ પહેલા પરિપત્ર કરીને જાહેર કર્યું કે ખેડૂત દીઠ 50 મણ એટલે અને તેમાં પણ ખેડૂત પાસે અડધા હેક્ટર કે તેથી ઓછી જમીન હશે તો 800 કિલો જ લેવામાં આવશે. આ નિર્ણયને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યોછે.

Pride / ધતુરિયાની અંજલિનો હૈદરાબાદમાં ડંકો, ડિઝાઇન કરેલા ડ્રેસિસે જમાવ્યું આકર્ષણ

મહેસાણા / સતલાસણા તાલુકા પંચાયતમાં સત્તાની ખુરશી માટે ભાજપ-કોંગ્રેસ આમને-સામને