Not Set/ કોરોનાએ જેને આખી દુનિયામાં બાદનામ કર્યો છે તે ચામડચીડિયા વિષે આવો જાણીએ

વાગોળ/ Indian Flying Fox / Great Indian Fruit Bat / Pteropus giganteus
ફળ ખાનાર વાગોળ/ ચામડચીડિયા, એકમાત્ર ઉડતો સસ્તન જીવ

Ajab Gajab News Trending
વાગોળ

દેખાવમાં વાગોળ નું મોં અને રંગ નાના કાનવાળા કુતરાના મોં કૃતુહલ પમાડે તેવું દેખાય છે. કાન નાના હોય છે તેઓની જાડી રૂંવાટી, ગળું, ખભા અને ક્યારેક પીઠ સોનવર્ણી હોય છે. કાળી પાંખો રૂંવાટી વિનાની અને પાતળી હોય છે. રાત્રે જોવા માટે થઈને આંખો ચમકતી અને મોટી હોય છે. તેમના આંગળીઓ અને નખ લાંબા હોય છે જેની રચના પ્રમાણે આંગળીઓ પાતળી ચામડીથી એકબીજા સાથે જોડાયેલા હોય છે.

jagat kinkhabwala કોરોનાએ જેને આખી દુનિયામાં બાદનામ કર્યો છે તે ચામડચીડિયા વિષે આવો જાણીએ
તેના ગુણ તેવું નામ ઇંગ્લીશમાં છે, ફ્રૂટ બેટ/ Fruit bat. ભારતમાં તેને ગ્રેટ ફ્રૂટ બેટ પણ કહે છે કારણ તેનામાં તેવા ગુણ છે. તેના વિષે સાચી માહિતી ન હોવાના કારણે મોટા ભાગના લોકો તેનાથી ગભરાય, ભ્રામક વાતો થાય અને તેને અપશુકનિયાળ પણ માને! બહુ લોકો એમ માને કે વાગોળ એટલે અંધારાનો જીવ,વાર્તામાં અને સિનેમામાં જોયા હોય તેવા હોય તેમ માની લે, કે સાંજ પછી ડ્રેક્યુલા બની લોહી ચૂસે……. દરેક વખતે જ્યારે પણ મોટો રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે ફ્રૂટ બેટ વિષે કોઈ પણ વૈજ્ઞાનિક તથ્ય વિના ભય ફેલાય છે કે આ રોગ નું ઉદ્ભવ સ્થાન ચામડચીડિયા અને તેના જેવા જીવ છે, જૂનો નીપાઃ વાઇરસ કે જેમાં પુરવાર થયું કે તેના માટે ફ્રૂટ બેટ જવાબદાર નથી અને હવે હાલનો કોવીડ વાઇરસ વગેરે મહામારીમાં આવો વગર સાબિત થયેલો ભય ફરીથી ફેલાયો છે. તેઓ જે ફળ આરોગતા હોય તે પણ ખાતા માણસ આ કારણસર ગભરાય છે! ૧૮૮૫ની સાલથી આજની ૨૦૨૧ ની સાલ સુધી આવી શંકાઓના કારણે વૈજ્ઞાનિક અભ્યાસ થઇ બહાર આવ્યા છે અને તેમ છતાં તેઓ નાહકના બદનામ રહે છે. આનું મુખ્ય કારણ જૂનું સાહિત્ય, અભ્યાસનો અભાવ અને કાલ્પનિક ભય રહેલા છે. સાથે સાથે તેમના શરીરમાં જે વિષાણુઓ હોય છે તે બહાર ફેલાતા નથી અને સામાન્ય રીતે તેઓ માનવ વસાહતથી દૂર રહેતા હોય છે તેમજ દિવસના ભાગે બહાર પ્રવૃત્ત હોતા નથી પરંતુ તેઓ નિશાચર એટલે કે મુખ્યત્વે સાંજ પછી સક્રિય થાય છે. વાગોળને કારણે ઘણા પ્રકારની રસી બનાવી શક્યા છે. આશરે ૮૦ પ્રકારની દવાઓ તેમના કારણે શક્ય બની છે.

gandhiji 2 કોરોનાએ જેને આખી દુનિયામાં બાદનામ કર્યો છે તે ચામડચીડિયા વિષે આવો જાણીએ

હકીકતમાં જીવશ્રુષ્ટિ/ ઇકોલોલોજીમાં તેનું મહત્વનું યોગદાન રહેલું છે. ફળ ખાનાર અને ફળનો રસ માણનાર અને ફૂલનો મધુરસ/ નેક્ટર આ વાગોળ/ ફ્રૂટ બેટ ખાય. તેઓ સાથે સાથે ફળના બીજ જ્યાં જાય ત્યાં ફેલાવાનું અને પરાગનયનનું કામ કરી પર્યાવરણને સમૃદ્ધ બનાવવાનો લાભ આપે. તેઓની અઘાર મારફતે બીજે જે જગ્યાએ જાય અને તેની અઘાર પડે ત્યાં અઘારમાંથી બીજ ફેલાતા હોય છે અને ફળાઉ વૃક્ષોની વૃદ્ધિ થાય છે. ફળ ખાતું હોઈ તેને ખેડૂત માટે નુકશાનકારક ગણે છે પરંતુ તે જેટલા ફળ ખાય તેના કરતા ખેડૂતને વધારે યોગદાન બીજે તેના બીજ ફેલાવીને અને પરાગનયન દ્વારા આપે છે. તેની પાંખોમાં વાળ હોય તેની ઉપર ચોંટીને અને ખાતા ખાતા મ્હોં વાતે પરાગનયન મોટી માત્રામાં થાય છે. જો વાગોળ ન હોય તો એવું માની શકાય કે પરાગનયન ન થવાના કારણે કેળા અને આવાકોડો જેવા ફળ ઉગવાના બંધ થઇ જાય. પર્યાવરણના સંતુલનને જાળવવામાં પોતાનું યોગદાન આપે છે જે કારણે ખેડૂતને ખુબ ફાયદો થાય છે, રોગ ફેલાતો નથી, દવાઓ ઓછી વાપરવી પડે છે, ખર્ચ અને મહેનત ઓછી પડે છે તેમજ પરાગનયન દ્વારા ખેડૂતને પાકમાં વૃદ્ધિ કરવામાં મદદરૂપ રહે છે.

gandhiji 3 કોરોનાએ જેને આખી દુનિયામાં બાદનામ કર્યો છે તે ચામડચીડિયા વિષે આવો જાણીએ

ફળમાં તેઓને કેળા, અંજીર, ઉંબરો, વડ અને પીપળાના ટેટા, પામ, આવાકાડો, કેરી જેવા માવા / પલ્પ વાળા ફળ આરોગવાની ખુબ મજા આવે છે અને તેવા વૃક્ષોની નજીક રહેવાનું પસંદ કરે છે. પાણીના સ્તોત્રમાંથી પાણી પી લે છે. ખોરાક અને પાણી માટે ૫૦ કી.મી સુધી ઉડતા જોવા મળે છે.

gandhiji 4 કોરોનાએ જેને આખી દુનિયામાં બાદનામ કર્યો છે તે ચામડચીડિયા વિષે આવો જાણીએ

ભારત, ઇન્ડોનેશિયા, એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા મધ્યપૂર્વ ના દેશોમાં જોવા મળે છે. ઇંગ્લીશમાં તેમને ફલાયિંગ ફોક્સ/ ઉડતા શિયાળ પણ કહે છે તેમજ ભારતમાં તેને ઇંગ્લીશમાં ઇન્ડિયન ફ્રૂટ બેટ કહે છે. વાગોળ એકજ સસ્તન જીવ છે જે ઉડી શકે છે અને તેમની ૧૮૭ જેટલી પેટા જાતિ છે જે તેમની મોટી આંખોના લીધે પ્રચલિત છે. તેઓ પોતાના સમૂહમાં રહેતા હોય છે અને મુખ્યત્વે તેમના શરીરના માપ પ્રમાણે એકબીજાથી તેમની પેટા જાતિઓ જુદી પડે છે. તેમની એક નાની પ્રજાતિ ફક્ત ૨ થી ૨.૫ ઇંચના માપની ખુબજ નાની હોય છે. મુખ્યત્વે તેઓ વૃક્ષમાં વસે છે. આખા વિશ્વમાં જુદા જુદા પ્રકારના ૧૪૦૦ થી વધારે જાતના નાના અને મોટા વાગોળ/ ચામડચીડિયા હયાત છે. સસ્તન જીવની પૃથ્વી ઉપર જે વસ્તી છે તેમાંની ૨૫ % વસ્તીજુદા જુદા પ્રકારની વાગોળની છે જે સંખ્યા ઘણી મોટી ગણાય. ૧૩ જાતની વાગોળ નષ્ટ થવાના આરે આવીને ઉભેલી છે. ખરેખરતો આ નાના જીવને સમજવાની જરૂર છે.

જાંબુઘોડા-પાવાગઢના જંગલોમાં ૧૮ પ્રજાતિના ચામચીડિયા વસવાટ કરે છે | 18 species bats are living in jambughoda and pavagadh jungle | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper ...

તેઓની જીભ ઘણી લાંબી હોય છે. ભારત અને એશિયામાં તેઓનું નાક ટૂંકું અને ભૂંગળા જેવું હોય છે. તેઓની પાંખો પક્ષીની પાંખો કરતાં ખુબજ પાતળી હોય છે અને તે કારણે તેઓ પક્ષી કરતા પોતાની દિશા ખુબ ઝડપથી અને સફળતા પૂર્વક બદલી શકે છે. તેમની પાંખો ઉપર ખુબજ સચેત સ્પર્શની ઇન્દ્રિયો/ કોષો હોય છે જે તેમને મુશ્કેલી સામે સજાગ રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. આવા સંવેદનશીલકોષો માણસ તેમજ બીજા જીવમાં પણ તેમની ચામડી ઉપર હોય છે જેનો ઉપયોગ સર્વવિદિત છે. પરંતુ તેમની પાંખોના મધ્ય ભાગમાં ઝીણા વાળના લીધે તેમના કોષોની રચના અને સંવેદનશીલતા જુદા હોય છે. તેની મદદથી તેઓ હવાને પારખી શકે છે જે તેમના માટે ખુબજ અગત્યનું છે. તેઓ વાળના તે કોષોની મદદથી હવાની માહિતી ભેગી કરી જરૂર પ્રમાણે ઉપયોગ કરે છે. પાંખોમાં જુદા જુદા પ્રકારના બારીક પટલ/ મેમ્બરાન, જે અમુક પ્રકારની વાગોળમાં હોય છે જેનો મુખ્યત્વે ઉપયોગ હવામાંથી જરૂરી માહિતી એકત્ર કરી નિર્ણય કરવામાં કરે છે. મુખ્યત્વે તેઓ આંખો અને સૂંઘવાની શક્તિથી ખોરાક પારખી શકતા હોય છે. કેટલી બારીક અને અદભુત રચના છે સમાયેલી છે આ નાના જીવના શરીરમાં. આ નાના ફ્રૂટ બેટ માઈક્રોચિરીપેટ્રા એટલેકે વાગોળની શ્રેણીનો જીવ છે. તેમની સાઈઝ પ્રમાણે તેમનું આયુષ્ય હોય છે અને તે સાઈઝ પ્રમાણે બીજા સસ્તન જીવની જેમ તેમનું આયુષ્ય જીવતા હોય છે. તેઓનું આયુષ્ય ૨૦ થી ૩૧ વર્ષનું હોય છે.

ચામાચીડિયાથી કોરોના ફેલાઈ શકે ખરો?

દિવસે તેઓ વૃક્ષોમાં ઊંધા માથે લટકતા હોય છે. તેઓનો ઘણો મોટો સમૂહ પણ એકાદ મોટા વૃક્ષને તેઓ પોતાની કોલોની બનાવી લે છે. સાંજ પાડવાના સમયે સક્રિય થવા માંડે છે. ધીમે ધીમે બધા બોલવાનું ચાલુ કરે છે અને પછી એક સાથે બધા બોલે એટલે ખુબજ ક્રીક ક્રીક રોતા હોય તેવો અવાજ કાઢે છે. સાંજ અને રાત બોલતા રહે છે.

INDIAN FLYING FOX ~ Thunder wildlife

તેઓની બચ્ચા મુકવાની ક્ષમતા ઘણી ઓછી હોય છે. વર્ષે એક બચ્ચું પેદા કરી શકે છે. જન્મ વખતે માતાના વજનના ૨૫% વજન બચ્ચાનું હોય છે. તેઓના લોહીનું તાપમાન થોડું વધારે ૩૩ થી ૩૭ સેન્ટિગ્રેડ સુધી ગરમ રહે છે. જુલાઈ થી ઓક્ટોબર સુધી બચ્ચા મુકવાની ઋતુ હોય છે અને બચ્ચું નાનું હોય ત્યારે શરૂઆતનો માટાભાગનો સમય માતાના પેટ ઉપર બચ્ચું જાડી રુંવાટીમાં ચોંટાડી, પોતાની સાથે રાખી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડતા હોય છે. મુખ્યત્વે માતા બચ્ચાની સંભાળ રાખે છે. ૬ થી ૮ અઠવાડિયામાં બચ્ચું સક્ષમ થઇ જાય પછી પોતાના ઝુંડમાં સ્વતંત્ર રીતે જીવે છે. નર અને માદાની જોડી કાયમી હોતી નથી. જ્યા વસાહત હોય કે બાજુના વ્રિષ્ણી વસાહતમાં તેઓ પોતાનો સાથી શોધી લેતા હોય છે.
બહુ ઝડપથી તેઓની વસ્તી ઘટી રહી છે અને તેના સંરક્ષણ અને વૃદ્ધિ માટે ખાસ કોઈ પ્રવૃત્તિ થઇ નથી રહી. આફ્રિકામાં કેટલીક જાતિના લોકો તેનો ખોરાક તરીકે પણ ઉપયોગ કરે છે. તેઓની વસાહત લોકો વિકાસ સાથે તેમજ ગભરાઈને પણ આગ લગાડી નષ્ટ કરી નાખે છે. આકરા રણ પ્રદેશ અને ધ્રુવીય પ્રદેશમાં સિવાય આખાયે વિશ્વમાં તેઓની જુદી જુદી પ્રજાતિ અસ્તિત્વ ધરાવે છે.

(ફોટોગ્રાફ:શ્રી સેજલ શાહ ડેનિયલ, શ્રી દેવવ્રતસિંહ મોરી. વિડિઓ: શ્રી મુકેશ શ્રીમાળી).

લેખક: જગત કીનખાબવાલા (સ્પેરો મેન)

આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.
સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો Love – Learn – Conserve

ફરી કુદરતના ખોળે / પ્રિયતમ તું ક્યાં છે! બપૈયો/ પપીહા શબ્દ ઉપરથી શોધો તો અનેક ગીત મળી જાય….
ફરી કુદરતના ખોળે / રૂપરૂપનો અંબાર પીળીચાંચ ઢોંક, જાણે ફેશન આઇકોન…
ફરી કુદરતના ખોળે / પાણીનું સહુથી મોટું અને વિશાળ અધધધ ૬ ફૂટ ઊંચું પક્ષી એટલે ‘હંજ’…

ફરી કુદરતના ખોળે / સારસના કૂલનું પક્ષી કુંજનું નાટ્યાત્મક અને સુંદર નૃત્ય પ્રદર્શન

ફરી કુદરતના ખોળે / આ પક્ષીનું નામ ‘અમનદાવા’ અમદાવાદ નામ ઉપરથી પડ્યું છે – લાલ મુનિયા
ફરી કુદરતના ખોળે / અહીં તહીં નાચતી ફરે, નાચણ કહો કે પંખો, ચોક્કસ મનમાં વસી જાય!