ઓપરેશન ગંગા/ ભારતના વિદેશ મંત્રાલયનો મોટો દાવો, હવે કિવીમાં કોઇ ભારતીયો ફસાયા નથી,જાણો

ભારતના વિદેશ મંત્રાલયે યુક્રેન મામલે મોટો દાવો કર્યો છે તેમના કહેવા અનુસાર હવે કિવીમાં કોઇ ભારતીયો ત્યાં હાલ મોજુદ નથી

Top Stories India
20 ભારતના વિદેશ મંત્રાલયનો મોટો દાવો, હવે કિવીમાં કોઇ ભારતીયો ફસાયા નથી,જાણો
  •  વિદેશ મંત્રાલયનો મોટો દાવો
  • ‘કિવીમાં હવે કોઈ ભારતીય ફસાયો નથી’
  • ‘કિવીમાંથી દરેક ભારતીયને બહાર કઢાયા’
  • ‘આગામી 3 દિવસમાં 26 ફ્લાઈટ મોકલીશું’
  • ‘બુચારેસ્ટ અને બુડાપેસ્ટ મોકલીશું 26 ફ્લાઈ

ભારતના વિદેશ મંત્રાલયે યુક્રેન મામલે મોટો દાવો કર્યો છે તેમના કહેવા અનુસાર હવે કિવીમાં કોઇ ભારતીયો ત્યાં હાલ મોજુદ નથી ,દરેક ભારતીયો નાગરિકોને ત્યાંથી નીકાળી લેવામાં સફળતા મળી છે. આગામી 3 દિવસમાં 26 ફલાઇટ ભારતીયોને પરત લાવવા મોકલવામાં આવશે.

વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ કહ્યું કે પીએમએ યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે 3 દિવસમાં 26 ફ્લાઈટ મોકલવાનો નિર્ણય લીધો છે. બુકારેસ્ટ અને બુડાપેસ્ટ ઉપરાંત પોલેન્ડ અને સ્લોવાકના એરપોર્ટનો ઉપયોગ ભારતીયોને એરલિફ્ટ કરવા માટે કરવામાં આવશે.

શ્રીંગલાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પાના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. શ્રિંગલાએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે અમે અમારી પ્રથમ એડવાઈઝરી જારી કરી ત્યારે યુક્રેનમાં લગભગ 20,000 ભારતીય વિદ્યાર્થીઓ હતા, ત્યારથી લગભગ 12,000 વિદ્યાર્થીઓ યુક્રેન છોડી ચૂક્યા છે. બાકીના 40% વિદ્યાર્થીઓમાંથી, લગભગ અડધા સંઘર્ષ ઝોનમાં છે અને અડધા યુક્રેનની પશ્ચિમ સરહદ પર પહોંચી ગયા છે અથવા તેના માર્ગ પર છે.