mumbai police/ ભારતીય નૌસેનાએ 9 સમુદ્રી લુંટારાને ઝડપી લીધા

ઈરાની જહાજના અપહરણના આરોપ હેઠળ ધરપકડ કરી

Top Stories India
Beginners guide to 2024 04 04T144510.032 ભારતીય નૌસેનાએ 9 સમુદ્રી લુંટારાને ઝડપી લીધા

Mumbai News : મુંબઈ પોલીસે બુધવારે 9 સમુદ્રી લૂંટારાઓની ધરપકડ કરી હતી. હાલમાં જ એક માછલી પકડનારા ઈરાની જહાજનું આ લૂંટારાઓએ અપહરણ કરતા ભારતીય નૌસેનાએ તેમને ઝડપી લીધા હતા. સોમાલિયા તટથી ચાલક દળે 23 પાકિસ્તાની શખ્સોના એક ઈરાની જહાજનું અપહરણ કર્યું હતું. ભારતીય નૌસેનાએ 29 માર્ચે સમુદ્દી લૂંટ રોધી અભિયાન હેઠળ 12 કલાકથી વધુ સમયની કાર્યવાહી બાદ અપહૃત ઈરાની જહાજ અલ-કંબર અને તેના ચાલક દળને બચાવી લીધું હતું. આ ઓપરેશનમાં આઈએએનએસ સુમેધા અને હાઈડેડ મિસાઈલ ફ્રિગેટ આઈએનએસ ત્રિશુલ સામેલ હતા.

નૌસેનાના પ્રવક્તા કમાન્ડર વિવેક મઘવાલે મિડીયાને જણાવ્યું હતું કે આઈએનએસ ત્રિશુલ 3 એપ્રેલના રોજ મુંબઈ પહોંચ્યું હતું. બાદમાં સમુદ્ર લૂંટ રોધી અધિનિયમ 2022 અનુસાર આગળની કાનૂની કાર્યવાહી માટે તમામ નવ સમુદ્રી લૂંટારાઓને સ્થાનિક પોલીસને સોંપી દીધો હતો.

12 કલાક ચાલેલા આ ઓપરેશન બાબતે મુંબઈના પોલીસ અધિકારીએ પુષ્ટી કરી હતી. બાદમાં મુબંઈના યલોગેટ પોલીસ સ્ટેશનમાં ગુનાહિત કાવતરૂ, અપહરણ, પુરાવાનો નાશ કરવો, સમુદ્દી લૂંટ વિરોધી અધિનિયમ અને શસ્ત્ર અધિનિયમન સંબંધિત આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીઓનો મેડિકલ ટેસ્ટ કરાયો છે અને ગરૂવારે તેમને કોર્ટમાં હાજર કરવામાં આવશે.

તે સિવાય પાકિસ્તાની ચાલક દળના નિવેદન પણ લેવાશે. સમુદ્દી લૂંટારાઓએ આત્મસમર્પણ કરવાની તૈયારી બતાવી હતી. પોલીસના જણાવ્યા મુજબ નૌસેનાના અધિકારીઓને જોઈને સમુદ્દી લૂંટારાઓએ તેમના શસ્ત્રો સમુદ્દમાં ફેંકી દીધો હતો.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ પાકિસ્તાની દુતાવાસને પત્ર લખીને જહાજ પર સવાર 23 ચાલકોના નિવેદન નોંધવા માટે બોલાવવા માટે જણાવવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોટા એક્ટર સાથે કામ કરવાની ઘેલછામાં ફસાઈ અભિનેત્રી, લાલચ આપી હેવાને આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:ભાઈને બહેનની દારૂ પીવાની આદત ન ગમતાં કરી હત્યા અને પછી લાશ સાથે જે કર્યું….

આ પણ વાંચો:ચાલુ ટ્રેનમાંથી રજનીકાંતે TTEને માર્યો ધક્કો, સામેથી આવતી ટ્રેને કચડી નાખ્યો

આ પણ વાંચો:મહિલા જજ પણ સુરક્ષિત નથી! ઓફિસર પર લગાવ્યા જાતીય સતામણીના આરોપ, હવે જાનથી મારી નાખવાની મળી ધમકી