canada news/ કેનેડામાં સૌથી મોટી સોનાની ચોરીના સંબંધમાં ભારતીય મૂળના વ્યક્તિની કરાઈ ધરપકડ, કેનેડીયન ઓફિસર ફરાર

ભારતીય મૂળના 36 વર્ષીય અર્ચિત ગ્રોવરની કેનેડાના ઈતિહાસની સૌથી મોટી સોનાની ચોરીના સંબંધમાં ધરપકડ કરવામાં આવી છે.

Top Stories World
Beginners guide to 2024 05 13T102334.545 કેનેડામાં સૌથી મોટી સોનાની ચોરીના સંબંધમાં ભારતીય મૂળના વ્યક્તિની કરાઈ ધરપકડ, કેનેડીયન ઓફિસર ફરાર

ભારતીય મૂળના 36 વર્ષીય અર્ચિત ગ્રોવરની કેનેડાના ઈતિહાસની સૌથી મોટી સોનાની ચોરીના સંબંધમાં ધરપકડ કરવામાં આવી છે. લગભગ એક મહિના પહેલા આ ચોરીમાં સંડોવાયેલા અન્ય પાંચ લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને 17 એપ્રિલ, 2023 ના રોજ ટોરોન્ટો એરપોર્ટ પર કાર્ગો કન્ટેનરમાંથી 22 મિલિયન કેનેડિયન ડોલરથી વધુની કિંમતના સોનાના બાર અને વિદેશી ચલણની ચોરી કરવામાં આવી હતી. ફ્લાઇટ લેન્ડ થયા પછી, કાર્ગોને ઉતારીને એરપોર્ટ પર અલગ જગ્યાએ લઈ જવામાં આવ્યો, પરંતુ બીજા દિવસે પોલીસને સમાચાર મળ્યા કે તે ચોરાઈ ગયો છે.

એરપોર્ટ પર કરી ધરપકડ
પોલીસે જણાવ્યું કે ભારતથી પરત ફર્યા બાદ અર્ચિતની 6 મે, 2024ના રોજ ટોરોન્ટો એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ, પોલીસે સમગ્ર કેનેડામાં તેની ધરપકડ માટે વોરંટ જારી કર્યું હતું.

એર કેનેડાનો ભૂતપૂર્વ કર્મચારી કસ્ટડીની બહાર છે
ગયા મહિને, 54 વર્ષીય ભારતીય મૂળના પરમપાલ સિદ્ધુ અને 40 વર્ષીય અમિત જલોટા સાથે 43 વર્ષીય આમદ ચૌધરી, 37 વર્ષીય અલી રાજા અને 35 વર્ષીય પ્રસાદ પરમાલિંગમની ચોરીના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. . જ્યારે આ ચોરીમાં મદદ કરનાર એર કેનેડાનો ભૂતપૂર્વ કર્મચારી હજુ પકડની બહાર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી, રાહત મળવાની સંભાવના

આ પણ વાંચો: PM મોદી આજે તેમના મત વિસ્તાર વારાણસીમાં કરશે ધુંઆધાર પ્રચાર

આ પણ વાંચો: પોલીસે લોકપ્રિય યુટ્યુબર પર સકંજો કસ્યો, ગુંડા એક્ટ લગાવ્યો