Not Set/ ભારતીય ટીમનાં ઓલરાઉન્ડર ક્રિકેટર ઈરફાન પઠાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી લીધો સન્યાસ

લાંબા સમયથી ભારતીય ટીમની બહાર રહેલા ફાસ્ટ બોલર ઇરફાન પઠાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે ક્રિકેટનાં દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે. ઇરફાન પઠાણ 2003 માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ થયો હતો અને તેણે 19 વર્ષની વયે ક્રિકેટ કેરિયરની શરૂઆત કરી હતી. તેની બોલિંગ વિશે વાત કરીએ તો તેની […]

Top Stories Sports
Irfan Pathan ભારતીય ટીમનાં ઓલરાઉન્ડર ક્રિકેટર ઈરફાન પઠાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી લીધો સન્યાસ

લાંબા સમયથી ભારતીય ટીમની બહાર રહેલા ફાસ્ટ બોલર ઇરફાન પઠાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે ક્રિકેટનાં દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે. ઇરફાન પઠાણ 2003 માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ થયો હતો અને તેણે 19 વર્ષની વયે ક્રિકેટ કેરિયરની શરૂઆત કરી હતી. તેની બોલિંગ વિશે વાત કરીએ તો તેની તુલના પાકિસ્તાનનાં વસીમ અકરમ સાથે કરવામાં આવી હતી. ઇરફાન પઠાણની સ્વિંગે તેને વિશ્વનો સૌથી ખતરનાક બોલર બનાવ્યો હતો.

irf6v ભારતીય ટીમનાં ઓલરાઉન્ડર ક્રિકેટર ઈરફાન પઠાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી લીધો સન્યાસ

તેની કારકિર્દીની એક શ્રેષ્ઠ ક્ષણ 2006 ની શરૂઆતમાં આવી જ્યારે તેણે કરાચી ટેસ્ટમાં સનસનાટીભરી હેટ્રિક લઇને પાકિસ્તાનનાં સલમાન બટ્ટ, યુનિસ ખાન અને મોહમ્મદ યુસુફને આઉટ કર્યો હતો. ઇરફાન એકમાત્ર બોલર છે જેણે ટેસ્ટ મેચની પહેલી ઓવરમાં જ હેટ્રિક લીધી હતી. ઈરફાને માત્ર બોલિંગથી જ નહી પણ બેટથી પણ પોતાની પ્રતિભા બતાવી હતી અને ત્યારે તેની સરખામણી મહાન કપિલ દેવ સાથે થવા લાગી હતી. પરંતુ ઇરફાન પઠાણે ટૂંક સમયમાં જ સંઘર્ષ શરૂ કર્યો અને ટીમમાં પોતાનું સ્થાન ગુમાવી દીધું. તે છેલ્લે 2 ઓક્ટોબર 2012 નાં રોજ દક્ષિણ આફ્રિકા સામે ટી-20 વર્લ્ડ કપ દરમિયાન ભારત તરફથી રમ્યો હતો.

Image result for irfan pathan

પઠાણને આશા હતી કે તે પરત ફરશે. આ માટે તેણે આઈપીએલ ઉપરાંત ઘરેલું ક્રિકેટ પણ રમી હતી, પરંતુ નવા બોલરો આવ્યા પછી પાછા ફરવાની તેની કોઈ જ આશા નહોતી. 35 વર્ષીય ઇરફાને પોતાનો છેલ્લી આઈપીએલ 2017 માં રમી હતી અને ત્યારબાદ તેને કોઇપણ ટીમે લેવાની ઇચ્છા વ્યક્ત કરી નહોતી. તેની પરત આવવાની આશાઓ પર વાદળછાયા થયા બાદ લગભગ 8 વર્ષ પછી તેણે નિવૃત્તિની જાહેરાત કરી. જો કે ઇરફાને કોમેન્ટ્રી સાથે નવી ઇનિંગની શરૂઆત કરી દીધી છે. તે ઘણી મેચોમાં કોમેન્ટ્રી અને નિષ્ણાત તરીકે હાજર રહ્યો છે.

Image result for irfan pathan commentary

ઈરફાને ભારત તરફથી 29 ટેસ્ટ રમી હતી જેમાં તેણે 100 વિકેટ નોંધાવી છે. વળી, 120 વન ડે માં 173 અને 24 ટી 20 મેચોમાં 28 વિકેટ નોંધાવી છે. ઇરફાને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ 122 મેચ રમી હતી જેમાં 384 વિકેટ ઝડપી હતી. વળી, લિસ્ટ એ ક્રિકેટમાં રમાયેલી 193 મેચોમાં 272 વિકેટ લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.