#TokyoOlympic2021/ ભારતીય રેસલર રવિ દહિયા અને દીપક પૂનિયાએ મેળવી શાનદાર જીત

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને રેસલિંગમાં શાનદાર જીત મળી છે. ભારતીય રેસલર રવિ દહિયાએ શાનદાર પ્રદર્શન કરતા ક્વોર્ટરફાઇનલમાં જગ્યા બનાવી છે.

Top Stories Sports
11 91 ભારતીય રેસલર રવિ દહિયા અને દીપક પૂનિયાએ મેળવી શાનદાર જીત
  • ટોકિયો ઓલિમ્પિક રેસલિંગમાં ભારતની જીત
  • ભારતના રેસલર રવિ દહીયાની શાનદાર જીત
  • રવિ દહિયાએ કોલંબિયાનાં રેસલરને હરાવ્યો
  • ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા રવિકુમાર દહીયા
  • ભારતના રેસલર રવિ કુમારની 13-2 થી જીત

ભારત માટે આજનો દિવસ શુભ સાબિત થઇ રહ્યો છે. પહેલા ભાલા ફેકમાં નીરજ ચોપડાનાં શાનદારા પ્રદર્શન બાદ હવે રેસલિંગમાં પણ ભારતને મોટી સફળતા મળી છે. જી હા, આપને જણાવી દઇએ કે, ટોક્યો ઓલિમ્પિક રેસલિંગમાં ભારતનાં રેસલર રવિ દહિયા અને દીપક પૂનિયાને શાનદાર જીત મળી છે.

11 88 ભારતીય રેસલર રવિ દહિયા અને દીપક પૂનિયાએ મેળવી શાનદાર જીત

આ પણ વાંચો – ટોક્યો ઓલિમ્પિક્સ / આ 5 સુંદરીઓ પાસે Tokyo Olympic માં મેડલ જીતવાની રહેશે તક

ભારતીય કુસ્તીબાજ રવિ કુમાર દહિયાએ ટોક્યો ઓલિમ્પિક 2020 ની 57 કિલો કુસ્તીની 1/8 એલિમિનેશન મેચમાં વિપક્ષી કુસ્તીબાજ સામે 13-2 નાં સ્કોર સાથે એક તરફી જીત મેળવી લીધી છે. હવે તે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. પુરુષોની ફ્રી સ્ટાઇલ કુસ્તીની 57 કિલોગ્રામ શ્રેણીમાં, ભારતીય કુસ્તીબાજ રવિ દહિયાએ બીજા રાઉન્ડમાં કોલમ્બિયાનાં ઓસ્કરને 13-2થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પ્રથમ રાઉન્ડ 3-2થી જીતનાર રવિ દહિયાએ બીજા રાઉન્ડમાં એટલી જબરદસ્ત રીતે પ્રભુત્વ જમાવ્યું કે તેણે પોતાની લીડનાં માર્જિનને 10 થી વધુ કરવા માટે પોઈન્ટ એકત્રિત કરવાનું ચાલુ રાખ્યું, જેના કારણે તેને મેચ અધવચ્ચે અટકાવી દેતા વિજેતા જાહેર કરવામાં આવ્યો. રવિ દહિયા આજે ક્વાર્ટર ફાઇનલમાં બલ્ગેરિયાનાં વેલેન્ટાઇનોવ જ્યોર્જી વેંગલોવ સામે ટકરાશે.

ભારતીય કુસ્તીબાજ દીપક પૂનિયાએ પ્રથમ રાઉન્ડમાં નાઇજિરિયન કુસ્તીબાજને હરાવ્યો હતો. દ્વિતીય ક્રમાંકિત દીપક પૂનિયા પ્રથમ રાઉન્ડ 4-1થી જીતી ગયો છે. બીજા રાઉન્ડમાં પણ, જ્યારે દીપક પૂનિયાએ પોતોના દાવ પર 4 પોઇન્ટ મેળવ્યા, ત્યારે રેફરીએ મેચમાં વિક્ષેપ પાડ્યો અને પોઇન્ટનાં આધારે દીપક પૂનિયાને 12-1 વિજેતા જાહેર કર્યો હતો. આ સાથે દીપક પૂનિયા ક્વાર્ટર ફાઇનલમાં પણ પહોંચી ગયો છે.

દીપક પૂનિયા

આ પણ વાંચો – Tokyo Olympic 2021 / ભાલા ફેંકમાં નીરજ ચોપડાનું શાનદાર પ્રદર્શન, ફાઇનલમાં કર્યો પ્રવેશ

ઉલ્લેખનીય છે કે, ટોક્યો ઓલિમ્પિકનો આજે 13 મો દિવસ છે. ભારતીય મહિલા હોકી ટીમ ફાઇનલમાં સ્થાન મેળવવા માટે પ્રયત્ન કરશે. ટીમ આજે સેમિફાઇનલમાં આર્જેન્ટિના સામે ટકરાશે. બીજી બાજુ, ભારતનાં સ્ટાર જેવેલિન ફેંકનાર નીરજ ચોપરાએ શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. નીરજ ચોપરાએ તેના પ્રથમ પ્રયાસમાં 86.65 મીટર ભાલો ફેંક્યો હતો.