Not Set/ કોરોનાની બીજી લહેર વધુ ખતરનાક, 25 લાખ લોકો થઇ શકે છે સંક્રમિત, જાણો કોણે કહ્યું આવું

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રાજ્યો દ્ધારા સંક્રમણ રોકવા માટે લૉકડાઉન અને પ્રતિબંધ લગાવવાની અસર આવતા મહિનેથી શરુ થઇ શકે છે.

Top Stories India
NEWS4AHMEDABAD 1 કોરોનાની બીજી લહેર વધુ ખતરનાક, 25 લાખ લોકો થઇ શકે છે સંક્રમિત, જાણો કોણે કહ્યું આવું

દેશમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. દરમિયાન ભારતીય સ્ટેટ બેન્ક (SBI)ના એક રિસર્ચ રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતમાં કોરોનાની બીજી લહેર 100 દિવસો સુધી ચાલી શકે છે. 15 ફેબ્રુઆરીથી શરુ થયેલી આ લહેર મે સુધી ચાલુ રહી શકે છે. આ લહેરના કારણે દેશમાં કુલ કોરોના કેસોની સંખ્યા 25 લાખ પહોંચવાની શક્યતા છે. પહેલી લહેરના મુકાબલે કોરોનાની બીજી લહેરમાં કેસ કેવી રીતે ઝડપથી વધશે.

રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતમાં ફેબ્રુઆરીથી કોરોના સંક્રમણની બીજી લહેર જોવા મળી રહી છે. કોરોનાના નવા કેસો અને દરરોજના ટેસ્ટ ફરીથી વધી રહ્યા છે. SBIના આર્થિક અનુસંધાન વિભાગ દ્ધારા આ રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે આવનારા એપ્રિલ-મે મહિનામાં કોરોનાની બીજી લહેર ચરમ પર હશે.

SBIની રિસર્ચ રિપોર્ટ અનુસાર,  23 માર્ચના ટ્રેન્ડને આધાર માનીને વાત કરીએ તો દેશમાં કેરોનાની બીજી લહેર અંદાજે 25 લાખથી વધુ લોકોને સંક્રમિત કરશે. રિપોર્ટ અનુસાર લોકલ લેવલે સંક્રમણ અને મૃત્યુને રોકવા માટે લોકડાઉનની કોઇ અસર જોવા મળી નથી. મહારાષ્ટ્ર અને પંજાબ જેવા રાજ્ય આના ઉદાહરણ છે.

જો કે, રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રાજ્યો દ્ધારા સંક્રમણ રોકવા માટે લૉકડાઉન અને પ્રતિબંધ લગાવવાની અસર આવતા મહિનેથી શરુ થઇ શકે છે. રિપોર્ટ અનુસાર, આજીવિકા ચલાવવા માટે બીમારીના સંદર્ભમાં પ્રતિબંધ અને લૉકડાઉનના કારણે થનારુ નુકસાન ઘણું ગંભીર છે. મોટી સંખ્યામાં રસીકરણ જ આનો એકમાત્ર ઉપાય છે.