Not Set/ સોરાષ્ટ્રના ખેડૂતોને ફૂલની ખેતીમાં નુકસાની, કોરોનાને કારણે ખેડૂતોને નુકસાની ભોગવવી પડી

લોકડાઉન ને લઈ ને દરેક વ્યક્તિ હેરાન પરેશાન થઈ રહ્યો છે તેમાં પણ ફૂલો ની ખેતી કરતા ખેડૂતો ની હાલત દયનિય થઈ ગઈ છે, લોકડાઉન માં બંધ થયેલ તમામ મંદિર અને ઉત્સવો ને લઈ ને હેરાન પરેશાન છે,

Gujarat Others Trending
Untitled 87 સોરાષ્ટ્રના ખેડૂતોને ફૂલની ખેતીમાં નુકસાની, કોરોનાને કારણે ખેડૂતોને નુકસાની ભોગવવી પડી

લોકડાઉન ને લઈ ને દરેક વ્યક્તિ હેરાન પરેશાન થઈ રહ્યો છે તેમાં પણ ફૂલો ની ખેતી કરતા ખેડૂતો ની હાલત દયનિય થઈ ગઈ છે, લોકડાઉન માં બંધ થયેલ તમામ મંદિર અને ઉત્સવો ને લઈ ને હેરાન પરેશાન છે, સાથે હોળી નજીક હોવા છતાં પણ ફૂલો ની કોઈ માગ ન હોય ફૂલો ફેંકી દેવા પડે છે.

Untitled 88 સોરાષ્ટ્રના ખેડૂતોને ફૂલની ખેતીમાં નુકસાની, કોરોનાને કારણે ખેડૂતોને નુકસાની ભોગવવી પડી

  • લોકડાઉન અને કોરોના ગાઈડલાઈ નુકસાનીનું કારણ
  • મંદિર મસ્જિદ બંધ હોવાથી ફૂલની માગ ઘટી

કોરોનાને કારણે અનેક વેપાર-ધંધા બંધ થઈ ગયા છે. વેપાર ધંધા બંધ થવાથી વેપારીઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આવી જ હાલત સૌરાષ્ટમાં ફૂલની ખેતી કરનાર ખેડૂતની છે. લોકડાઉન તથા કોરોનાની ગાઈડલાઈને કારણે મંદિર મસ્જિદ તથા તહેવાર ઉત્સવો બંધ છે. ત્યારે બજારાં ફૂલોની ડિમાન્ડ ઘટી છે. ત્યારે બીજી બાજી ફૂલોનું ખેતી ચાલુ છે. ત્યારે છેલ્લા 1 વર્ષથી ખેડૂતો ફૂલ અને ફૂલની માવજત કરી રહ્યાં છે પરંતુ ફુલના વેચાણ થતાં નથી. અને ફુલ નાશવંત હોવાથી તે બગડી જાય છે. જેથી તેને કારણે ખેડૂતોને નુકાસાની ભોગવવાનો વારો આવ્યો છે.

ગામડામાં ફૂલોની ખેતી કરતા ખેડૂતોની હાલત ખરાબ છે ત્યારે ફૂલોના વેપારીની હાલત પણ એટલી જ ખરાબ છે, કારણ કે ફૂલોની કોઈ જાતની માગ નથી અને વેચવા માટે લાવેલા મોટા ભાગના ફૂલ વેચાયા વગર જ પડી રહે છે અને બગડી જાય છે જેને કારણે વેપારીઓને પણ નુકસાની થઈ રહી છે.

ફૂલોના ખેડૂતો અને વેપારીઓ નુકસાની ભોગવી રહ્યાં છે ત્યારે તેઓ માગ કરી રહ્યા છે કે સરકાર તેવો ને મદદરૂપ થાય તેવી માગ ખેડૂતો તથા વેપારીઓ કરી રહ્યાં છે.