Cricket/ ન્યુઝીલેન્ડમાં ભારતનું ખરાબ પ્રદર્શન, શું ધવન બદલશે ટીમના પ્લેયર્સ

સિરીઝની પ્રથમ મેચ આવતીકાલે (25 નવેમ્બર) ઓકલેન્ડમાં ભારતીય સમય અનુસાર સવારે 7 વાગ્યાથી રમાશે. ન્યુઝીલેન્ડમાં ભારતીય ટીમનો રેકોર્ડ ઘણો જ ખરાબ…

Top Stories Sports
India's Performance

India’s Performance: ટીમ ઈન્ડિયા હાલમાં ન્યુઝીલેન્ડ પ્રવાસ પર છે. જ્યાં હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ભારતીય ટીમે ટી-20 સિરીઝ 1-0થી જીતી હતી. હવે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની વનડે સિરીઝ માટે તૈયાર છે. શિખર ધવન ન્યુઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં કેપ્ટનશીપ કરતો જોવા મળશે. સિરીઝની પ્રથમ મેચ આવતીકાલે (25 નવેમ્બર) ઓકલેન્ડમાં ભારતીય સમય અનુસાર સવારે 7 વાગ્યાથી રમાશે. ન્યુઝીલેન્ડમાં ભારતીય ટીમનો રેકોર્ડ ઘણો જ ખરાબ છે. ભારત ન્યૂઝીલેન્ડની ધરતી પર અત્યાર સુધીમાં કુલ 9 વનડે સિરીઝ રમી ચૂક્યું છે. જેમાંથી ભારતીય ટીમ માત્ર બે જીતી શકી છે જ્યારે પાંચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ તમામ ફોર્મેટની મેચોની વાત કરીએ તો ભારતે ન્યૂઝીલેન્ડમાં અત્યાર સુધીમાં કુલ 42 મેચ રમી છે જેમાંથી તેને માત્ર 14માં જ જીત મળી છે અને 25 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

ન્યુઝીલેન્ડની ધરતી પર ભારતનો ODI રેકોર્ડ

કુલ ODI સિરીઝ – 9

  • ભારત જીત્યું- 2
  • ન્યૂઝીલેન્ડ જીત્યું- 5
  • ડ્રોન સિરીઝ- 2

ન્યુઝીલેન્ડમાં ભારતનો ODI રેકોર્ડ

  • કુલ ODI મેચ – 42
  • ભારત જીત્યું – 14
  • ન્યુઝીલેન્ડ જીત્યું – 25
  • કોઈ પરિણામ નહીં – 2
  • ટાઈ – 1

ભારત વિ ન્યુઝીલેન્ડ ODI માં હેડ ટુ હેડ

કુલ ODI મેચો – 110

  • ભારત જીત્યું-55
  • ન્યુઝીલેન્ડ જીત્યું-49
  • પરિણામ નહીં-5
  • ટાઈ-1

વનડે સિરીઝ માટે ભારત-ન્યૂઝીલેન્ડની ટીમઃ

ભારતીય ટીમઃ શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વાઈસ-કેપ્ટન/વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહેમદ, યુઝવેન્દ્ર ચૌહાલ, ચૌહાલ યાદવ, અર્શદીપ સિંહ, દીપક ચહર, કુલદીપ સેન, ઉમરાન મલિક.

ન્યુઝીલેન્ડની ટીમઃ કેન વિલિયમસન (કેપ્ટન), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ટોમ લાથમ, ડેરીલ મિશેલ, એડમ મિલ્ને, જિમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી.

ભારત-ન્યૂઝીલેન્ડ વનડે સિરીઝનું ટાઈમટેબલ

  • 25 નવેમ્બર 1લી ODI, ઓકલેન્ડ
  • 27 નવેમ્બર 2જી ODI, હેમિલ્ટન
  • 30 નવેમ્બર 3જી ODI, ક્રાઈસ્ટચર્ચ

આ પણ વાંચો: Bollywood/સફળતા મેળવવા માટે પ્રિયંકા ચોપરા કરે છે શૈતાનની પૂજા! જાણો અભિનેત્રીએ