અમદાવાદ/ રસીના બીજા ડોઝમાં ઉદાસીનતા,બીજો ડોઝ નહિ લીધો હોય તો મ્યુનિ.કોર્પો. સંચાલિત જગ્યાઓ પર પ્રવેશ નહિ

કોરોના રસીનો બીજો ડોઝ નહિ લીધો હોય તેમને મહાનગર પાલિકા સંચાલિત પરિસરમાં પ્રવેશ આપવામાં નહિ આવે

Gujarat Others
vaccination corona 1 રસીના બીજા ડોઝમાં ઉદાસીનતા,બીજો ડોઝ નહિ લીધો હોય તો મ્યુનિ.કોર્પો. સંચાલિત જગ્યાઓ પર પ્રવેશ નહિ

રાજ્યમાં એક તરફ કોરોના ના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ અમદાવાદમાં કોરોના રસી લેવામાં લોકોમાં નિરસતા દેખાઈ રહી છે. અમદાવાદમાં અંદાજે ૯.૩ લાખ નાગરીકો હજુ પણ બીજા ડોઝની રસીથી વંચિત છે. રાજ્ય સરકાર પાસે પ્રયાપ્ત માત્રામાં રસીનો ડોઝ ઉપલબ્ધ હોવા છતાં લોકોમાં બીજા ડોઝ પ્રત્યે ઉદાસીનતા જોવા મળી રહી છે. પરિણામે મહાનગર પાલિકા-અમદાવાદે નિર્ણય કર્યો છે કે, જેમણે કોરોના રસીનો બીજો ડોઝ નહિ લીધો હોય તેમને મહાનગર પાલિકા સંચાલિત પરિસરમાં પ્રવેશ આપવામાં નહિ આવે.

– AMTS – BRTS રિવરફ્રન્ટ કાંકરિયા લેક ફ્રન્ટમાં પ્રવેશ નહિ

અમદાવાદ મહાનગર પાલિકાએ ફરમાન કર્યું હતું કે જેઓએ બંને ડોઝનું રસીકરણ કર્યું હશે તેઓને જ કાંકરિયા AMTS/BRTS સ્વીમીંગપુલ, જિમ, લાયબ્રેરીબમાં પણ આપવા આવશે. પ્રવેશ માટે 18 વર્ષ થી વધુની વયના તમામ લોકોએ બીજા ડોઝનું સર્ટિફિકેટ બતાવવાનું રહેશે . તેમજ જેમનો બીજો ડોઝ ડ્યુ છે તેવા લોકો ને પ્રવેશબંધી ફરમાવી છે. અગાઉ પણ લોકો રસી નો પ્રથમ ડોઝ લે તે માટે જ અમદાવાદ મનપાએ રસી નો પ્રથમ ડોઝ ફરજિયાત કર્યો હતો. બાદમાં હવે Amc એ લોકોની ઉદાસીનતા જોતા બીજો ડોઝ ફરજિયાત કરવાની નોબત આવી છે.

સ્વીમીંગ પુલ 3 રસીના બીજા ડોઝમાં ઉદાસીનતા,બીજો ડોઝ નહિ લીધો હોય તો મ્યુનિ.કોર્પો. સંચાલિત જગ્યાઓ પર પ્રવેશ નહિ

બીજો ડોઝ લેવાનો બાકી

અમદાવાદ માં 9.3 લાખ એવા લોકો છે જમણે રસીનો બીજો ડોઝ લેવાનો સમય થઈ ગયો હોવા છતાં પણ રસી નહિ લીધી હોવાના કારણે AMC દ્વારા આ પ્રકાર નો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટેસ્ટીંગ ડોમ

રસીકરણને વેગ આપવાની સાથે જ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદમાં ફરીથી ટેસ્ટિંગ શરુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટએ અધિકારીઓને સૂચના આપી છે કે અમદાવાદમાં પ્રવેશવાના તમામ એન્ટ્રી પોઈન્ટ પર ટેસ્ટિંગ શરુ કરવામાં આવશે. જેથી બહારથી આવતા લોકો અમદાવાદમાં કોરોના સંક્રમણ વધારી ન શકે તે માટે જ મનપા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.. રાજ્યમાં કોરોના ના કેસમાં વધારો થતાં તંત્ર હરકતમાં આવી ગયું તે કહેવું ખોટું નથી.

નવાબ મલિકનો ભાજપને ટોણો / ડ્રગ્સ ગુજરાતમાંથી જ સપ્લાય થાય છે, BJPના નેતાઓ ડ્રગ્સ પેડલર્સ સાથે ધરાવે છે સંબંધો

વડોદરા / 5 વર્ષ પહેલાં કરોડોના ખર્ચે બનાવેલ જીમ આજદિન સુધી લોકો માટે ખુલ્લો નથી મુકાયો, જાણો કેમ ?

વચેટિયા રાજ / આરોગ્ય વિભાગના આઉટસોર્સિગ કર્મચારીઓને સરકાર દ્વારા ચુકવાયેલું બોનસ છેલ્લા છ વર્ષ નથી, કોણ ચાઉં કરી ગયું ?