Not Set/ ઉદ્યોગવિભાગની બેઠકનો દોર, નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો અભિગમ

પ્રધાનમંત્રી મોદી લાવ્યા નેનો તો મુખ્યમંત્રી રૂપાણી લાવશે ટેસ્લા ?

Top Stories Business
વાઇબ્રન્ટ ગુજરાતનો ધમધમાટ

ગુજરાત કોરોના મુક્તિ તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે હવે વર્ષ-2022 વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ યોજવા સરકાર અને વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવાની કવાયત શરૂ થઇ છે. આ ઉપરાંત ઇલેક્ટ્રીક કાર ઉદ્યોગ ગુજરાતમાં લાવવા પણ રાજ્યસરકારે કમર કસી છે.

korona 2 8 ઉદ્યોગવિભાગની બેઠકનો દોર, નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો અભિગમ

  • વાઇબ્રન્ટ 2022ની તૈયારીઓનો ધમધમાટ,
  • ઔદ્યોગિક એકમોમાં રોજગારીની તક
  • પ્રધાનમંત્રી મોદી લાવ્યા નેનો તો મુખ્યમંત્રી રૂપાણી લાવશે ટેસ્લા ?

દેશના વિવિધ રાજ્યો ગુજરાત આવીને ઉદ્યોગ સ્થાપીને મોટાપાયે મૂડીરોકાણ કરે તે હેતુ તત્કાલીન મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાતનો પ્રારંભ કર્યો હતો. દર ત્રીજા વર્ષે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટના નેજા હેઠળ ગુજરાતે ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ હરણફાળ ભરી છે. ગત વર્ષે કોરોના કારણ વાઇબ્રન્ટ ગુજરાત 2020 ઇવેન્ટ યોજાઇ શકી નથી.  ત્યારે હાલ કોરોના મુક્તિ તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે. તેદરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત-2022 યોજવા સરકાર અને ઉદ્યોગ વિભાગે કમર કસી છે. કોરોના ગાઇડલાઇનના પાલન સાથે વાઇબ્રન્ટ ગુજરાત યોજાવા આયોજન હાથ ધર્યું છે.

korona 2 7 ઉદ્યોગવિભાગની બેઠકનો દોર, નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો અભિગમ

                           વાઇબ્રન્ટમાં કયા મુદ્દાને પ્રથમ પસંદગી?

વાઇબ્રન્ટ ગુજરાત 2022 માટે નાના ઉદ્યોગકારોને વધુ પ્રોત્સાહન

નાના ઉદ્યોગકારોને મૂડીરોકાણ માટે આકર્ષવા

-2022માં નાના ઉદ્યોગો- રોજગારીને પ્રોત્સાહન આપવું

વાઇબ્રન્ટ ગુજરાતમાં વર્ષ-2007માં તત્કાલીન મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાતના માધ્યમથી નેનો પ્રોજેક્ટ ગુજરાતમાં તાણી લાવવા પ્રયાસ થયા હતા. નરેન્દ્ર મોદી તેમાં સફળ પણ રહ્યા અને આજે નેનો કારનો પ્રોજેક્ટ આગળ થપી રહ્યો છે. નેનોના માધ્યમથી અનેક લોકો રોજગારી પણ મેળવી રહ્યાં છે. હવે ઇલેક્ટ્રિક કાર બનાવવા કર્ણાટક – બંગલુરૂ અને ગુજરાત વચ્ચે ઔદ્યોગિક હરિફાઇ છે. આ સંજોગોમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકાર ઇલેક્ટ્રિક કાર પ્રોજેક્ટ ગુજરાતમાં આવે તે માટે તત્પર છે. કર્ણાટક અને પશ્ચિમ બંગાલુરૂએ જે-તે રાજ્યની સરકાર સાથે બેઠકનો દોર શરૂ કર્યો છે. દરમિયાન ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી રોકાણકારને આકર્ષવા ગુજરાતના કચ્છજિલ્લાના મુંદ્રા માં પ્રોજેક્ટ સ્થાપવા ઉત્સુક છે. હવે આખરી નિર્ણય શું લેવાશે ..તેની રાહ જોવી જ રહી…

કોરોનામાં લૂંટાઈ કમાણી / કોરોનાના ઉપચારમાં થયા ખિસ્સા ખાલી, સારવારમાં પગાર કરતા અનેક ગણો ખર્ચ

હવામાન વિભાગ / દિલ્હી,યુપી, મહારાષ્ટ્ર સહિતના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

દ્વારકા / ગોવાને ટક્કર મારે એવો શિવરાજપુરનો બીચ બનશે : મુખ્યમંત્રી વિજય રૂપાણી