Not Set/ INDvsSA 3rd T20 : દ.આફ્રિકાને હળવાશમાં લેતા અંતિમ મેચમાં ભારતને મળી હાર, સીરીઝ 1-1થી બરાબર

કેપ્ટન ક્વિન્ટન ડી કોકની અડધી સદીની ઇનિંગ્સે દક્ષિણ આફ્રિકાને રવિવારે ત્રીજી અને અંતિમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં આસાન જીત અપાવી દીધી હતી. આ સાથે ત્રણ મેચની શ્રેણીમાં દક્ષિણ આફ્રિકા 1-1થી સીરીઝને સરભર કરવામા સફળ રહ્યુ છે. દક્ષિણ આફ્રિકાએ 9 વિકેટ અને 19 બોલ બાકી રહેતા મેચને પોતાના નામે કરી દીધી હતી. ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ […]

Top Stories Sports
virat 1 INDvsSA 3rd T20 : દ.આફ્રિકાને હળવાશમાં લેતા અંતિમ મેચમાં ભારતને મળી હાર, સીરીઝ 1-1થી બરાબર

કેપ્ટન ક્વિન્ટન ડી કોકની અડધી સદીની ઇનિંગ્સે દક્ષિણ આફ્રિકાને રવિવારે ત્રીજી અને અંતિમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં આસાન જીત અપાવી દીધી હતી. આ સાથે ત્રણ મેચની શ્રેણીમાં દક્ષિણ આફ્રિકા 1-1થી સીરીઝને સરભર કરવામા સફળ રહ્યુ છે. દક્ષિણ આફ્રિકાએ 9 વિકેટ અને 19 બોલ બાકી રહેતા મેચને પોતાના નામે કરી દીધી હતી. ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલા ભારતીય બેટ્સમેનમાંથી કોઈએ પણ ટકીને રમવાનો પ્રયાસ કર્યો ન હતો. ભારતીય ટીમ નવ વિકેટ પર 134 રન બનાવી શકી હતી. ભારતનાં ઓપનર શિખર ધવન (25 બોલમાં 36) સૌથી વધુ રન બનાવ્યા હતા. તેના સિવાય અન્ય ત્રણ બેટ્સમેનો જ બે આંકડા પર પહોંચ્યા હતા.

કેપ્ટન ડિકોકે ફરી એક શાનદાર ઇનિંગ્સ રમી અને તેના બોલરોએ જે મજબૂત પાયો મુક્યો હતો તેને લક્ષ્ય સુધી પહોચાડ્યુ હતુ. ડિકોકે 52 બોલમાં છ ચોક્કા અને પાંચ છક્કાની મદદથી અણનમ 79 રન બનાવ્યા જેથી દક્ષિણ આફ્રિકાની જીત સરળ થઈ શકી. દક્ષિણ આફ્રિકાએ 16.5 ઓવરમાં એક વિકેટ પર 140 રન બનાવ્યા હતા. આ રીતે, ત્રણ મેચની શ્રેણી 1-1થી સમાપ્ત થઈ. ધર્મશાળામાં પ્રથમ મેચ વરસાદને ભેટ ચઢી ગઇ હતી, જ્યારે મોહાલીમાં બીજી મેચ ભારતે સાત વિકેટથી જીતી હતી.

Dcock INDvsSA 3rd T20 : દ.આફ્રિકાને હળવાશમાં લેતા અંતિમ મેચમાં ભારતને મળી હાર, સીરીઝ 1-1થી બરાબર

તેના બોલરોએ દક્ષિણ આફ્રિકાની જીતનો પાયો નાખ્યો હતો. ભારતને સૌથી વધુ નુકસાન બ્યુરોન હેન્ડ્રિક્સ (14 રન આપી 2 વિકેટ), બ્યુરેન ફોર્ટિન (19 રન આપી 2 વિકેટ) અને કૈગિસો રબાડા (39 રન આપી 3 વિકેટ) એ ભારતને સૌથી વધુ નુકસાન કર્યું હતું જ્યારે તબરેજ શમ્સીએ (23 રન આપી 1 વિકેટ) શરૂઆતમાં ઘણા રન આપ્યા બાદ શાનદાર બોલિંગ કરી હતી. જ્યારે ભારતીય બેટ્સમેનોએ બેજવાબદાર શોટ સાથે વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારે ડેકોકે શરૂઆતથી સુનિશ્ચિત કર્યું હતું કે રન પણ બને અને વિકેટ પણ બચી રહે. તેણે અને રીજા હેન્ડ્રિક્સ (26 બોલમાં 28) એ પ્રથમ વિકેટ માટે દસ ઓવરમાં 76 રન ઉમેરીને ટીમને મજબૂત શરૂઆત આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.