કોરોના/ હોલીવુડ અભિનેતા ડેનિયલ ક્રેગ કોરોના સંક્રમિત

આ દરમિયાન તાજેતરમાં જેમ્સ બોન્ડ સિરીઝ ‘નો ટાઈમ ટુ ડાઈ’માં જોવા મળેલા અભિનેતા ડેનિયલ ક્રેગ પણ કોવિડ 19ની ઝપેટમાં આવી ગયા છે

Top Stories Sports
13 1 હોલીવુડ અભિનેતા ડેનિયલ ક્રેગ કોરોના સંક્રમિત

કોવિડ 19નો કહેર હવેસમાપ્ત થઇ રહ્યો છે પરતું સંપૂર્ણ રીતે ટળીયો નથી, અત્યારે પણ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે. આ દરમિયાન તાજેતરમાં જેમ્સ બોન્ડ સિરીઝ ‘નો ટાઈમ ટુ ડાઈ’માં જોવા મળેલા અભિનેતા ડેનિયલ ક્રેગ પણ કોવિડ 19ની ઝપેટમાં આવી ગયા છે. અભિનેતા ડેનિયલ ક્રેગ “મેકબેથ” ના બ્રોડવે પ્રોડક્શનના કલાકારોમાંનો એક છે જે કોરોનાવાયરસથી સંક્રમિત છે. જેના કારણે આ કાર્યક્રમ હાલ પૂરતો રદ કરવામાં આવ્યો છે.

 

Instagram will load in the frontend.

ધ હોલીવુડ રિપોર્ટરના સમાચાર અનુસાર, શનિવારે કોવિડ-19 તપાસ રિપોર્ટમાં તેના ચેપની પુષ્ટિ થઈ. બ્રોડવે પર મેકબેથના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક લોકોના કોવિડ-19 ટેસ્ટના પરિણામોમાં સંક્રમણની પુષ્ટિ થયા બાદ કંપની પ્રોગ્રામને રદ કરવાનું પગલું લઈ રહી છે. આ કાર્યક્રમની ટિકિટ ખરીદનારા દર્શકોને થયેલી અસુવિધા માટે પ્રોડક્શને માફી માગી છે.અગાઉ, 2 એપ્રિલે બપોર અને સાંજના શો રદ કરવામાં આવ્યા હતા.