ગુજરાત/ સુરત પોલીસની પહેલ : ‘નો ડ્રગ્સ ઈન સુરત’ અંતગર્ત વિવિધ સ્પર્ધાઓનું કર્યું આયોજન

એડિશનલ કમિશનર પ્રવીણ મલ દ્વારા રમત સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી.

Gujarat Surat
સુરત

‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી’ અંતર્ગત સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. જેમાં પોલીસની ટીમની સાથે સ્થાનિક રહીશો પણ ભાગ લેશે. એડિશનલ કમિશનર પ્રવીણ મલ દ્વારા રમત સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી છે. સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા કેરમ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં એડિશનલ કમિશનર પ્રવીણ મલ પણ રમ્યા હતા.

સુરત

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ડીંડોલી પોલીસ સ્ટેશન દ્વારા રમતવીરો માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સ્પર્ધામાં ડીંડોલી પોલીસ સ્ટેશનની ટીમ સાથે સ્થાનિક રહીશોએ પણ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 16 જેટલી ટીમો ભાગ લીધો અને જીતનારી ટીમને વિજેતા ટ્રોફી આપવામાં આપવામાં આવી. સેક્ટર 1 એડિશનલ કમિશનર પ્રવીણ મલ દ્વારા રમત સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી. નો ડ્રગ્સ ઇન સુરત સીટી અંતર્ગત આ રમત સ્પર્ધાનો આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : પંચમહાલ જીલ્લા પંચાયત બહાર જ ભરાયા પાણી : તંત્રની કામગીરીનું પાણી મપાઈ ગયું