Not Set/ રેમડેસિવીર ઇન્‍જેકશનના ખાલી વાયલ જમા કરાવશે, તો જ નવા ઇન્‍જેકશન મળશે, ખાનગી હોસ્પિટલ માટે કલેકટરે કરી નવી ગોઠવણ

સિવિલ હોસ્‍પિટલ, વલસાડે ઉપલબ્‍ધ જથ્‍થા પૈકી તેમની જરૂરિયાત મુજબનો જથ્‍થો રીઝર્વ રાખી અન્‍ય બચત રહેતા જથ્‍થામાંથી ખાનગી હોસ્‍પિટલોને pro rata basis આધારે પડતર કિંમતે inj.Remdesivir ની ફાળવણી કરવાની રહેશે.

Gujarat Others
shirish 4 રેમડેસિવીર ઇન્‍જેકશનના ખાલી વાયલ જમા કરાવશે, તો જ નવા ઇન્‍જેકશન મળશે, ખાનગી હોસ્પિટલ માટે કલેકટરે કરી નવી ગોઠવણ
  • વલસાડમાં ઇન્જેક્શન ના મળવાની બૂમરાણ
  • વલસાડ ની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલો માં ઇન્જેક્શન ની છે અછત
  • વલસાડ જિલ્લા કલેક્ટરે કાઢી નવી પદ્ધતિ

વલસાડ જિલ્લામાં કોવિડ-૧૯ના દર્દીઓને હાલાકી ન પડે તે માટે રેમડેસીવીર ઇન્‍જેકશન ફાળવણીની વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે. દર્દીઓના સગા-સંબંધીઓએ ઇન્‍જેકશન માટે કયાંય પણ રૂબરૂ જવાનું રહેશે નહિ. નોવેલ કોરોના વાઇરસ કોવિડ-૧૯ના વલસાડ જિલ્લાના દર્દીઓને inj.Remdesivir મેળવવામાં હાલાકી ન પડે તે માટે જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલ દ્વારા વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે.

જે મુજબ સિવિલ હોસ્‍પિટલ, વલસાડે ઉપલબ્‍ધ જથ્‍થા પૈકી તેમની જરૂરિયાત મુજબનો જથ્‍થો રીઝર્વ રાખી અન્‍ય બચત રહેતા જથ્‍થામાંથી ખાનગી હોસ્‍પિટલોને pro rata basis આધારે પડતર કિંમતે inj.Remdesivir ની ફાળવણી કરવાની રહેશે.

 વલસાડ જિલ્લાની જે ખાનગી હોસ્‍પિટલોને inj.Remdesivir જરૂરીયાત હોય તેવી હોસ્‍પિટલોએ નિયત પત્રક મુજબની વિગતો સાથે ઇ-મેઇલ આઇડી covid.rem21@gmail.com ઉપર હોસ્‍પિટલના અધિકૃત વ્‍યક્‍તિની સહી સાથે દરરોજ સાંજે ૪.૦૦ કલાક પહેલાં મોક્‍લી આપવાની રહેશે. જિલ્લાની નક્કી કરાયેલી કમિટી દ્વારા દર્દીની વિગતોને ધ્‍યાને રાખી ઇન્‍જેકશનોની ફાળવણી કરવામાં આવશે.

સિવિલ હોસ્‍પિટલ, વલસાડે પોતાની પાસે ઉપલબ્‍ધ જથ્‍થો, રીઝર્વ જથ્‍થા સાથેની વિગતો પણ નિયત પત્રકમાં ઇ-મેઇલ આઇ.ડી. covid.rem21@gmail.com ઉપર સવારે ૮.૦૦ વાગ્‍યે તથા ૪.૦૦ વાગ્‍યે મોક્‍લી આપવાની રહેશે. આ વ્‍યવસ્‍થા હેઠળ દર્દીઓના સગાઓને દવાનો જથ્‍થો લેવા ન મોકલતાં સંબંધિત હોસ્‍પિટલોએ તેમને ફાળવેલા ઇન્‍જેકશન મેળવવા હોસ્‍પિટલોના અધિકૃત વ્‍યક્‍તિને જ સિવિલ હોસ્‍પિટલ, વલસાડ ખાતે મોક્‍લવાના રહેશે. તેનું પેમેન્‍ટ નક્કી કરાયેલી બેંકના એકાઉન્‍ટમાં જમા કરાવી તે અંગેની રીસીપ્‍ટ ચલણ પણ બતાવવાનું રહેશે. અગાઉ આપેલા ઇન્‍જેકશનના ખાલી વાયલ પરત જમા કરાવવામાં આવશે, તો જ નવા ઇન્‍જેકશન આપવામાં આવશે. માંગણીદાર હોસ્‍પિટલોને જરૂરીયાત મુજબના જરૂરી જથ્‍થા સામે મંજૂર કરવામાં આવેલા જથ્‍થાની જાણ અને આવો જથ્‍થો જે સ્‍થળેથી મેળવવાનો છે તેની જાણ તેમના અધિકૃત ઇ-મેઇલ આઇ.ડી. ઉપર પ્રિ-પ્રિન્‍ટેડ હુકમ દ્વારા કરવામાં આવશે. જેની પ્રિન્‍ટ કરી સ્‍વયં પ્રમાણિત કરેલી નકલ લઇ હોસ્‍પિટલના તબીબ (દર્દીની સારવાર કરતા ફીઝીશીયન) ના ઓરીજનલ પ્રિસ્‍ક્રિપ્‍શન સાથે જે તે હોસ્‍પિટલના અધિકૃત વ્‍યક્‍તિને જ જથ્‍થો આપવામાં આવશે.

આ વ્‍યવસ્‍થા હેઠળ જે ખાનગી હોસ્‍પિટલો inj.Remdesivir મેળવે તે pro rata basis આધારે દર્દી માટે તેનો ઉપયોગ કરવાનો રહેશે. જો જિલ્લામાં આવેલા સ્‍ટોકિસ્‍ટ પાસેથી inj.Remdesivir નો બેવડો જથ્‍થો લેવાયાનું ધ્‍યાનમાં આવશે તો તેવા કિસ્‍સામાં ધ એપેડેમીક એક્‍ટ ડીસીઝ એક્‍ટ-૧૮૯૭, તથા તે હેઠળ ઘડવામાં આવેલા ધ ગુજરાત એપેડેમીક ડીસીઝ કોવિડ-૧૯ રેગ્‍યુલેશન-૨૦૨૦ અંતર્ગત કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની નોંધ લેવા વલસાડ કલેક્‍ટરે બહાર પાડેલા હુકમથી જણાવાયું છે.