Not Set/ ગુજરાત પોલીસમાં ગ્રેડ-પેમાં અન્યાય, અન્ય રાજ્યોની તુલનામાં ગ્રેડ-પે સૌથી ઓછા

વર્તમાન સમયમાં વધતી જતી મોંઘવારી અને બીજીબાજુ આવક સ્થિર રહેતાં પોલીસપરિવારનો નિર્વાહ કરવો મુશ્કેલ બનતાં આર્થિક ભીંસ અનુભવી રહેલાં પોલીસ પરિવારે આંદોલનનો માર્ગ લીધો છે.

Top Stories Gujarat Others
grade pay ગુજરાત પોલીસમાં ગ્રેડ-પેમાં અન્યાય, અન્ય રાજ્યોની તુલનામાં ગ્રેડ-પે સૌથી ઓછા

ગુજરાત પોલીસમાં ગ્રેડ-પે મુદ્દે શરૂ થયેલું પોલીસ પરિવારના આંદોલન અંગે હજી અસમંજસની સ્થિતિ છે. દરમિયાન સરકારે હાલ તો પોલીસ જવાનો અને પરિવારને સંતોષ આપવા હેતુ પાંચ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સમિતિની રચના કરી છે. તો બીજી બાજુ પોલીસ કર્મચારીઓ હજી સરકારના નિર્ણયથી અસંતુષ્ટ જોવા મળી રહ્યાં છે. આખરે શું છે પોલીસકર્મીઓની માગ અને શું છે વર્તમાન સ્થિતિનો પ્રયાસ?

  •  ગુજરાતપોલીસના ગ્રેડ-પેમાં વર્ષોથી યથાવત
  • યુનિયનના અભાવે રજૂઆત પણ કરી શકાતી નથી
  • અંતે પોલીસ પરિવારજનોનું આંદોલન
  • આંદોલનને તોડી પાડવા સરકારના પ્રયાસ
  • ગુજરાત સરકારે પ્રશ્ન હલ કરવા રચી સમિતિ
  • સમિતિની રચના પછી પણ પોલીસકર્મીઓ સંમત નહીં
  • હજી પણ ગ્રેડ-પે મુદ્દે આંદોલનમાં અસમંજસની સ્થિતિ

ગુજરાતમાં પ્રજાની રક્ષા માટે ચોવીસ કલાક અડીખમ ફરજ બજાવવામાં પોલીસ કોન્સ્ટેબલની ભૂમિકા મહત્વની છે. વર્તમાન સમયમાં વધતી જતી મોંઘવારી અને બીજીબાજુ આવક સ્થિર રહેતાં પોલીસપરિવારનો નિર્વાહ કરવો મુશ્કેલ બનતાં આર્થિક ભીંસ અનુભવી રહેલાં પોલીસ પરિવારે આંદોલનનો માર્ગ લીધો છે. આંદોલન અંગે સરકારે હકારાત્મક અભિગમ અપનાવી હાલ તો આઇજીપી બ્રિજેશ ઝાના અધ્યક્ષસ્થાને પાંચ ઉચ્ચઅધિકારીઓની સમિતિ રચી છે. પરંતુ વાસ્તવમાં ગ્રેડ-પે અંગે પોલીસ જવાનોને શું મળે છે. અને તેઓની રજૂઆત શું છે, એ જાણવુ જરૂરી છે.

જાણો અપાતા વેરિયેબલ

-ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં કોન્સ્ટેબલને અપાતો ગ્રેડ-પે – 3080 રૂ.

-ગુજરાતમાં કોન્સ્ટેબલને અપાતો ગ્રેડ-પે – 2750 રૂ.

-સાયકલ એલાઉન્સ – પ્રતિ મહિને રૂ. 20 માત્ર

-વોશીંગ એલાઉન્સ – પ્રતિ મહિને રૂ.30 માત્ર

ગુજરાત સિવાયના અન્ય તમામ રાજ્યોમાં ગ્રેડ-પે રૂ.2800 થી શરૂ કરી રૂ.4200 સુધી આપવામાં આવે છે. શું તફાવત છે ગ્રેડ-પેમાં જોઇએ..

jamnagar 1 1 ગુજરાત પોલીસમાં ગ્રેડ-પેમાં અન્યાય, અન્ય રાજ્યોની તુલનામાં ગ્રેડ-પે સૌથી ઓછા

જો કે પોલીસવિભાગ ડિસીપ્લીનરીમાં રહેતો હોવાથી  મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ગયેલાં પોલીસજવાનો આંદોલન સહિતના કોઇ માર્ગ અપનાવી શકતા નથી. અંતે પોલીસજવાનો વતી પરિવારજનોએ નાછૂટકે વેદના વ્યક્ત કરવા આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. હવે સમિતિની રચના થયા બાદ પોલીસજવાનોની માગ અંગે સમિતિ ક્યારે રિપોર્ટ આપશે અને સરકાર સમિતિના રિપોર્ટના આધારે શું નિર્ણય કરશે, એ જોવું રહેશે. હાલ તો સરકારે સમિતિની રચના કરી પોલીસપરિવારને હૈયાધારણ આપી છે ત્યારે પોલીસપરિવાર પણ ગ્રેડ-પે મુદ્દે સમિતિના નિર્ણય અને તેના અમલની કાગડોળે રાહ જોઇ રહ્યાં છે. ક્યારે મળશે પોલીસ જવાનો અને પોલીસપરિવારને ન્યાય ?

Surat / સુરત માનહાનિ કેસમાં રાહુલ ગાંધીએ કોર્ટમાં રજુ કર્યો પોતાનો પક્ષ, કહ્યું…

IAS Transfer / નવી સરકારમાં IAS અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો, જાણો કોને ક્યાં મળ્યું ટ્રાન્સફર..

શેરબજારમાં કડાકો / રેલવે મંત્રાલયના એક એવા પગલાથી IRCTCના શેરમાં 29% નો કડાકો બોલી ગયો

G20 Summit / પીએમ મોદીએ રોમ પહોંચીને મહાત્મા ગાંધીને પાઠવી શ્રદ્ધાંજલિ, ભારતીય સમુદાય સાથે કરી મુલાકાત