સુરત/ ન્યાયના નામે અન્યાયઃ 35 લાખની ચોરીના કેસમાં પોલીસનો જ સાત લાખનો તોડ

સુરતના પર્વત પાટિયાના કાપડ વેપારી સાથે સોના ચાંદીના દાગીના આપવાના બહાને 35 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઉત્તર પ્રદેશના ગાજીપુરથી સમાજવાદી પાર્ટીના એક કાર્યકર્તાની ધરપકડ કરી લેવામાં આવી છે.

Gujarat Surat
છેતરપિંડી

@અમિત રૂપાપરા 

સુરતના અલથાણમાં પોલીસના તોડકાંડની એક ઘટના બની હતી. પ્રારંભિક તબક્કાઓમાં આ ઘટના બાદ પોલીસ દ્વારા ફરિયાદ પણ લેવામાં આવતી ન હતી. ત્યારબાદ એકાએક જ અલથાણ પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને PI અને PSIની બદલી કરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ અધિકારીઓની બદલી અને સસ્પેન્ડની કાર્યવાહી બાદ છેતરપિંડીનો ગુનો પોલીસે દાખલ કર્યો અને હવે આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે.

સુરતના પર્વત પાટિયાના કાપડ વેપારી સાથે સોના ચાંદીના દાગીના આપવાના બહાને 35 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઉત્તર પ્રદેશના ગાજીપુરથી સમાજવાદી પાર્ટીના એક કાર્યકર્તાની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીનું નામ સમીરખાન પઠાણ હોવાનું સામે આવ્યું છે અને આરોપીનું કાકો સરફુદ્દીન આ ગુનાનો મુખ્ય સૂત્રધાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા કાપડના વેપારી અભિષેક અગ્રહરી રોકડેથી સોનુ ખરીદવા માંગતા હતા અને ડિસેમ્બર મહિનામાં ઉત્તર પ્રદેશના ગાજીપુરમાં રહેતા રાકેશ અગ્રહરીને તેમને ફોન કર્યો હતો. ત્યારે રાકેશે ગાજીપુરના જ વતની અને સુરતના રામપુરા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા સરફુદ્દીન હમીદનો સંપર્ક અભિષેક અગ્રહરીને કરાવ્યો હતો.

ત્યારબાદ આરોપી સરફુદીને તેના સાગરીતોને 16 ડિસેમ્બરના રોજ બપોરના સમયે આભવા ચોકડી હાઇવે પાસે મોકલીને ફરિયાદીને સોનુ ખરીદવા બોલાવીને ફરિયાદી પાસેથી આરોપીઓએ 35 લાખ રૂપિયા પડાવી લીધા હતા અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા. જો કે આ સમગ્ર મામલે અલથાણ પોલીસ સ્ટેશનના જ બે પોલીસ કોન્સ્ટેબલે વેપારીને આ ઘટનામાં ન્યાય અપાવવાના બદલે વેપારીનો 7 લાખનો તોડ કરી નાખ્યો હતો અને આ મામલો સુરત પોલીસ કમિશનર સુધી પહોંચતા તાત્કાલિક અસરથી PI અને PSIની બદલી કરી બે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસ દ્વારા સમગ્ર મામલે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી.

અલથાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છેતરપિંડીની ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી અને આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઉત્તર પ્રદેશના ગાજીપુરથી સમાજવાદી પાર્ટીના કાર્યકર્તા એવા સમીર ખાન પઠાણની ધરપકડ કરી છે અને આરોપીની પૂછપરછ માટે આરોપીને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

આ પણ વાંચો:વડોદરામાં વધુ એક રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો, વાહનોમાં પણ તોડફોડ

આ પણ વાંચો:કોર્પોરેટરનું કારસ્તાન,કામગીરીને બદલે દેખાડ્યો રુવાબ 

આ પણ વાંચો:રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાએ અજમાવ્યો બેટિંગ પર હાથ, જુઓ ખાસ ફોટો

આ પણ વાંચો:ફિલ્મી દુનિયાનો ક્રેઝ વિદ્યાર્થીઓમાં જાગ્યો, અસલી વિદ્યાર્થીની જગ્યા પર ડમી વિદ્યાર્થી પહોંચ્યો પરીક્ષા આપવા 

આ પણ વાંચો: ઈન્દોરના મંદિર અકસ્માતમાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત, 40 ફૂટ ઊંડા પગથિયાંમાંથી રાતભર નીકળ્યા મૃતદેહો