ગુજરાત/ રાજ્યની જેલોમાં રહેલા આ કેદીઓને દિવાળીના તહેવારોમાં 15 દિવસની પેરોલ મુક્તિ મળશે

રાજ્યની જુદી જુદી જેલોમાં રહેલા 61 મહિલા કેદીઓ તેમજ 60 વર્ષથી વધુની વયના અંદાજે 120  પુરૂષો  કેદીઓ સહિત કુલ 181 લોકોને પરિવાર સાથે દિવાળી ઉજવવાનો લાભ મળશે. 

Gujarat Others
bhupendra patel રાજ્યની જેલોમાં રહેલા આ કેદીઓને દિવાળીના તહેવારોમાં 15 દિવસની પેરોલ મુક્તિ મળશે
  • ગંભીર ગુના સિવાયના કેદીઓ ઘર પરિવાર સાથે દિવાળી તહેવારો ઉજવી શકે તેવો ઉદાત્ત હિત ભાવ
  • 120  પુરૂષો-61 મહિલા સહિત 181 કેદીઓને મળશે લાભ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જેલોમાં રહેલા અને ગંભીર ગુના સિવાયના કેદીઓ પોતાના ઘર, પરિવાર સાથે દિપાવલીના તહેવારો ઉજવી શકે તેવી સંવેદનાથી એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં જેલ સુધારણા અને કેદીઓની કલ્યાણ પ્રવૃત્તિઓના ભાગરૂપે આ વર્ષે દિવાળીના તહેવારો નિમિત્તે કેદીઓ તેમના પરિવારજનો સાથે ખુશાલીથી તહેવારો ઉજવી શકે તે માટે રાજ્યની તમામ જેલોમાં સજા ભોગવી રહેલા પાત્રતા ધરાવતા તમામ મહિલા કેદીઓ તેમજ 60 વર્ષ કે તેથી વધુ વયના પુરૂષ કેદીઓને  ધનતેરસથી પંદર દિવસ માટે નિયમાનુસાર શરતો, જામીન લઇ પેરોલ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે

મુખ્યમંત્રીના આ ઉદાત્ત અભિગમના પરિણામે રાજ્યની જુદી જુદી જેલોમાં રહેલા 61 મહિલા કેદીઓ તેમજ 60 વર્ષથી વધુની વયના અંદાજે 120  પુરૂષો  કેદીઓ સહિત કુલ 181 લોકોને પરિવાર સાથે દિવાળી ઉજવવાનો લાભ મળશે.

આ નિર્ણયનો લાભ કેટલાક ચોક્કસ પ્રકારના ગંભીર ગુના હેઠળના કેદીઓને મળવાપાત્ર થશે નહિ. આવા ગુનાઓમાં એન.ડી.પી.એસ. એકટ હેઠળના ગુનાવાળા કેદીઓ, ટાડા તથા પોટા હેઠળના ગુનાવાળા કેદીઓ, હાઇકોર્ટમાં અપીલ કરી હોય તેવા કેદીઓ, એન.આર.આઇ. કેદીઓ, વિદેશી કેદીઓ, આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ કેદીઓ, સમાજ વિરોધી ગુનાના કેદીઓ સહિતના ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.

સાવધાન! / ગૂગલે પ્લે સ્ટોરમાંથી આ ખતરનાક એપ્સને દૂર કરી, તમારા ફોનમાંથી તરત જ કરો દુર

Technology / જો લગ્ન પછી તમારી અટક બદલાઈ ગઈ હોય તો તેને પાન કાર્ડ પર આ રીતે બદલો