Innovation Fair/ કઠલાલમાં જિલ્લા કક્ષાનો ઇનોવેશન ફેર યોજાયો,નિયામકે કર્યા આ શિક્ષિકાના વખાણ

GCERT ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષાનો ઇનોવેશન ફેર યોજાયો હતો ,આ કાર્યક્મમાં અનેક શાળાના અનેક શિક્ષકોએ ભાગ લીધો હતો,

Gujarat
Innovation Fair

 Innovation Fair:   GCERT ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષાનો ઇનોવેશન ફેર યોજાયો હતો ,આ કાર્યક્મમાં અનેક શાળાના અનેક શિક્ષકોએ ભાગ લીધો હતો, આમાં શિક્ષકો દ્વારા તૈયાર કરાયેલા પ્રોજેકટ અતર્ગત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડી.એસ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ ખુબ સફળ નિવડ્યો હતો. નિયામકે તમામ ભાગ લેનાર શિક્ષકોને બિરદાવ્યા હતા અને ખાસ કરીને તેમણે સિંહુજ પ્રાથમિક શાાના શિક્ષિકા જાસીરાબાનું શેખના વખાણ કર્યા હતા. તેમના નવતર પ્રયોગ અંતર્ગત તેમને ઇનોવેશન ફેરમાં ત્રીજો નંબર પ્રાપ્ત થયો હતો.

(Innovation Fair): ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં ઇનોવેશન ફેરનું બે દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું .આ કાર્યક્રમ જિલ્લાના શિક્ષણ અને તાલીમ ભવને યોજાયો હતો.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકોએ ભાગ લીધો હતો.આ ખેડા જિલ્લાની મહેમદાવાદ તાલુકાની સિહુંજ કન્યા પ્રાથમિક શાળાના શિક્ષિકા જાસીરાબાનું  શેખે ભાગ લીધો હતો. તેઓ ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ભાષા શિક્ષક તરીકે ફરજ નિભાવે છે. તેમણે ગુજરાતી વિષયમાં નવતર પ્રયોગ ફેબ્રુઆરી 2022 થી શરૂ કર્યો હતો .

(Innovation Fair )ચાલો, ભાષા સજ્જતા શીખીએ ” નામનો નવતર પ્રયોગ કર્યો  હતો. જેમાં તેમણે ગુજરાતી ભાષાના શુદ્ધિકરણ અને વ્યાકરણના જુદા જુદા મુદ્દાઓના સરસ રીતે તૈયાર કરેલા TLM સમજાવતા અને બાળકોની સહભાગીતા સાથે ઇનોવેટિવ પેડાગોજી અંતર્ગત પાઠ ના વિડીયો તેમની યુટુબ ચેનલ પર ભાષા સજ્જતા શીખીએ પર અપલોડ કર્યો હતો (તેમની youtube ચેનલ Jasira shaikh ચાલો… ભાષા સજ્જતા શીખીએ). શાળા સિવાયના તમામ લોકોને પણ આ વ્યાકરણ ઉપયોગી બને તે રીતે ફેસબુક પર  ભાષા સજ્જતામાટે એકાઉન્ટ બનાવ્યું છે.. તેમના આ સોશિયલ મીડિયા દ્વારા કરેલ નવતર પ્રયોગ ની સારી નોંધ શિક્ષણ જગતમાં લેવામાં આવી હતી. . ખેડા જિલ્લાના ઇનોવેશન ફેરમાં બહેનશ્રીએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે, જે ખરેખર ગર્વ સમાન બાબત છે.

આ ઇનોવેશન ફેરમાં મુખ્ય મહેમાન તરીકે શ્ર D.S. PATEL સાહેબ નિયામકશ હતા અને તેમણે શિક્ષિકા જાસીરા શેખના સ્ટોલ પર જઈ તેમના કાર્યની પ્રશંસા કરી હતી,તેમણે આ કાર્ય  અને પ્રોજેકટ માટે તેમને બિરદાવ્યા હતા અને ભવિષ્યમાં પણ તેઓ વિધાર્થીઓ માટે નવતર પ્રયોગ કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી

Hardik Pandya-Natasha Marriage/ઉદયપુરમાં હાર્દિક પંડ્યા-નતાશાના થયા લગ્ન, પ્રથમ તસવીર સામે આવી