Not Set/ સુરક્ષા જવાનો અસુરક્ષિત ! ગણતંત્ર દિવસ પરેડમાં ભાગ લેવા પહોંચેલા 150 જવાનો કોરોના સંક્રમિત

કોરોના મહામારી એ કોઈને છોડ્યા નથી, ગરીબ હોય કે તવંગર સૌ કોઈ તેની ઝપેટે ચડતા જોવા મળે છે. દેશની સુરક્ષા માટે ખડેપગે રહેતા જવાનો પોતે સુરક્ષિત બન્યા છે. ગણતંત્ર દિવસ અને સેના

Top Stories India
army

કોરોના મહામારી એ કોઈને છોડ્યા નથી, ગરીબ હોય કે તવંગર સૌ કોઈ તેની ઝપેટે ચડતા જોવા મળે છે. દેશની સુરક્ષા માટે ખડેપગે રહેતા જવાનો પોતે સુરક્ષિત બન્યા છે. ગણતંત્ર દિવસ અને સેના દિવસ પરેડમાં ભાગ લેનારા છેલ્લા કેટલા અઠવાડિયામાં અલગ અલગ જગ્યાઓથી દિલ્હી પહોંચેલા અંદાજે 150 સેનાના જવાનો કોરોના સંક્રમિત થયા છે. તેમણે કહ્યું કે, બન્ને પરેડમાં ભાગ લેનારા તમામ કર્મચારીઓને કોવિડ-19 સંક્રમણથી બચાવવા માટે તૈયાર કરવામાં આવેલ એક કડક પ્રોટોકૉલ હેઠળ જરૂરી કોરોના તપાસ દરમિયા તેમાં સંક્રમણ સામે આવ્યું.

Indian Army to cut 150,000 jobs as force plans to go 'lean and mean' - india  news - Hindustan Times

PM MODI / વડાપ્રધાન મોદીની આજે કરશે વર્ષની છેલ્લી “મન કી બાત.

Indian Army: “Nation Above All”

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે સૂત્રોએ કહ્યું કે, નવેમ્બરના અંતથી જ 2000થી વધુ સેન્યકર્મી પરિવહનના અલગ અલગ સાધનોના ઉપોયગ કરતા ગણતંત્ર દિવસ અને સેના દિવસ પરેડ માટે દિલ્હી પહોંચ્યા છે અને તે તમામને સુરક્ષિત વર્ગમાં રાખવા માટે કોરોનાની તપાસ કરાવવી પડી.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જે લોકોનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે તેમને સુરક્ષિત વર્ગમાં રાખવામાં આવી રહ્યા છે. જે વર્ગ તે તમામ કર્મીઓને સમાવવા માટે તૈયાર કરવામાં છે જે પરેડ ટીમોનો ભાગ હશે.

Business / કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો 2021: 52 વર્ષના ઇતિહાસમાં પહેલીવ…

સૂત્રોએ કહ્યું કે, સંક્રમિત મળી આવેલા 150 જવાનોમાં સંક્રમણનું કોઇ લક્ષણ નથી અને સાજા થયા બાદ સુરક્ષિત વર્ગમાં સામેલ થઇ શકશે.એક અધિકારીએ જણાવ્યું હતુંકે કે અમે ગણતંત્ર દિવસ અને સેના દિવસ પરેડના કર્મીઓ માટે એક ખુબજ કડક કોરોના પ્રોટોકૉલનું પાનલ કરી રહ્યા છીએ. મહામારીને જોતા જવાનોની સુરક્ષા માટે મોટી રણનીતિના રૂપમાં સુરક્ષિત વર્ગ સ્થાપિત કરવામાં આવ્યો છે.

India / CBSE બોર્ડ એકઝામ જાન્યુઆરી- ફેબ્રુઆરીમાં નહીં યોજાય, 31મીએ ત…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…