Vadodara/ BJPની આ યુવા નેતા સામે બોલિવૂડની હિરોઈનો પણ ઝાંખી પડે, જોઈ લો વીડિયો

અંકિતા પરમારનું નામ જાહેર થતાની સાથે સોશિયલ મીડિયા પર હાલ તેઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

Gujarat Vadodara Trending
Mantavyanews 12 BJPની આ યુવા નેતા સામે બોલિવૂડની હિરોઈનો પણ ઝાંખી પડે, જોઈ લો વીડિયો

ગુજરાતમાં હાલ મહાનાગર પાલિકા, તાલુકા પંચાયતોમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે. વડોદરા તાલુકા પંચાયતમા અઢી વર્ષ માટે હોદ્દેદારો નિમાયા છે. જેમાં અંકિતા પરમાર પર પસંદગીનો કળશ ઢોળાયો છે. અંકિતા પરમારનું નામ જાહેર થતાની સાથે સોશિયલ મીડિયા પર હાલ તેઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. કારણ કે, ભાજપનો આ યુવા ચહેરો કોઈ હિરોઈનથી ઓછી ઉતરે તેમ નથી.

સ્થાનિક સ્વરાજ્યોની સંસ્થામાં હોદ્દેદારોની નિમણૂંક કરવામાં ભાજપે નો રિપીટ પોલીસની જાહેરાત કરી હતી. જે અંતર્ગત નવા નેતાઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અંકિતા પરમારની નિમણૂક કરાઈ છે.

https://www.instagram.com/reel/CxNN9ijSpbI/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==

અંકિતા પરમારનું નામ જાહેર થતાની સાથે સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઇ રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર અંકિતા પરમાર રીલ્સ માટે જાણીતા છે. તેમની રીલ્સ ખુબ વાયરલ થતી હોય છે.

જણાવી દઇએ કે સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમાર ભાજપમાં અઢી વર્ષ પહેલા જ જોડાઈ હતી. હવે અંકિતા પરમારને ભાજપ દ્વારા વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ પદનો તાજ પહેરાવવામાં આવ્યો છે.

https://www.instagram.com/reel/Cw71S_9Ihyl/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==

અંકિતા પરમાર રીલ સ્ટાર તરીકે જાણીતા નવનિયુક્ત પ્રમુખ અંકિતા પરમારના ઇન્સ્ટાગ્રામ ઉપર 7.14 લાખ જેટલા ફોલોઅર્સ છે. જે ભાજપના સ્થાનિક અને પ્રદેશ કક્ષાના ભાજપના પ્રથમ હરોળના હોદ્દેદારો કરતાં વધુ હોવાનું કહેવાય છે. અંકિતા પરમારે મોડેલ તરીકે પણ કામ કર્યું છે.

https://www.instagram.com/reel/CwZ6pg_I0jT/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==

અંકિતા પરમારની ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મના ડાયલોગ પર બનાવેલી રીલ્સ ‘ઇજ્જત સે જીનેકા.. કિસી સે ડરના નહિ… ન MLA સે ન મંત્રી સે… ન કિસી કે બાપ સે નહીં ડરને કા…’ ફોલોઅર્સમાં વધુ પોપ્યુલર બની હતી.

https://www.instagram.com/reel/CvzupP6oHsX/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==

પ્રથમવાર અંકિતા પરમાર વડોદરા નજીક આવેલા પોર ગામ બેઠક પરથી 2025 મતોએ સભ્ય તરીકે ચૂંટાઈ હતી. અંકિતા પરમારે રાયપુર કલીંગા યુનિવર્સિટીમાંથી બી.કોમ. સુધીનો અભ્યાસ કરેલો છે.

આ પણ વાંચો: Himachal Pradesh/ દેશમાં મણિપુર જેવી વધુ એક ઘટના, મહિલાના વાળ કાપીને સરઘસ કાઢ્યું

આ પણ વાંચો: PM Modi’s Birthday/ સરકારી શાળાના વિદ્યાર્થીઓએ PM મોદીના જન્મદિવસ નિમિત્તે લખ્યો પત્ર અને વ્યક્ત કરી આ ઈચ્છા

આ પણ વાંચો: ખેડા/ ઠાસરામાં અસામાજિક તત્વનો આતંક, શિવજીની સવારી પર પથ્થરમારો