Not Set/ ડોક્ટરને કેમ 175 વર્ષની સજા કરવામાં આવી, કારણ જાણશો તો ચોંકી જશો

અમેરિકા અમેરિકાના જિમનાસ્ટિક સાથે જોડાયેલ પૂર્વ ડોક્ટર લૈરી નાસરને 40 થી 175 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તેના પર 150 કરતા પણ વધુ યુવતીઓ સાથે યૌન શોષણ કર્યાનો આરોપ છે. ડોક્ટરની લૈરી નાસરનો શિકાર બનેલી 150થી વધુ યુવતીઓએ જુબાની આપ્યા બાદ જજે આ નિર્યણ લીધો હતો. ડોક્ટર લૈરી નાસર પર શરૂઆતમાં સાત મહિલાઓએ યૌન શોષણનો […]

World
gettyimages 800133014 ડોક્ટરને કેમ 175 વર્ષની સજા કરવામાં આવી, કારણ જાણશો તો ચોંકી જશો

અમેરિકા

અમેરિકાના જિમનાસ્ટિક સાથે જોડાયેલ પૂર્વ ડોક્ટર લૈરી નાસરને 40 થી 175 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તેના પર 150 કરતા પણ વધુ યુવતીઓ સાથે યૌન શોષણ કર્યાનો આરોપ છે. ડોક્ટરની લૈરી નાસરનો શિકાર બનેલી 150થી વધુ યુવતીઓએ જુબાની આપ્યા બાદ જજે આ નિર્યણ લીધો હતો.

ડોક્ટર લૈરી નાસર પર શરૂઆતમાં સાત મહિલાઓએ યૌન શોષણનો આરોપ મુકતા કેસ નોંધાવ્યો હતો. ત્યાર બાદ જેમ જેમ કેસ મજબુત થતો ગયો લૈરી પર અંદાજે 156 મહિલાઓએ આરોપ મુક્યો. કોર્ટમાં કેસની કાર્યવાહી લગભગ સાત દિવસ સુંધી ચાલી.

શરૂઆતમાં કેટલીય મહિલાઓએ તેના પર પ્રતિક્રિયા આપી નહિ, પરંતુ સતત ભોગ બની રહેલી મહિલાઓ વચ્ચે આ વાત આગની જેમ ફેલાઈ ગઈ.

સજા સાંભળ્યા બાદ લૈરી નાસરે કહ્યું કે, છેલ્લાં સાત દિવસથી તે મહિલાઓના નિવેદન સાંભળી રહ્યો હતો અને તેઓ અંદરથી હચમચી ગયા છે, ક્લાયન્ટ તેમની પાસે વારવાર એટલા માટે આવતા કે તેઓ સારી રીતે સારવાર કરતાં હતાં. પરંતુ મીડિયાએ અલગ જ તેને વળાંક આપી દીધો હતો. લગભગ 156 પીડિત મહિલાઓના નીવેદન નોધાયા હતાં.