Not Set/ કિમ જોંગને કેવો સણસણતો જવાબ આપ્યો ડોનાલ્ડ ટ્રમ્પે

સોમવારે એક ધમકી ભર્યો સંદેશો આપતા કીંમ જોંગે જણાવ્યું હતું કે, “પરમાણું બોમ્બ લોન્ચ કરવાનું બટન હંમેશા મારી નિકટ જ હોય છે. પરમાણું બોમ્બનું બટન હંમેશા મારી ડેસ્ક પર જ હોય છે. આ વાત કોઈ બ્લેકમેલીંગ નથી પણ એક સત્ય છે” આનો જવાબ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટર પર તેનો જવાબ આપ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું […]

World
collag 647 010318083257 કિમ જોંગને કેવો સણસણતો જવાબ આપ્યો ડોનાલ્ડ ટ્રમ્પે

સોમવારે એક ધમકી ભર્યો સંદેશો આપતા કીંમ જોંગે જણાવ્યું હતું કે, “પરમાણું બોમ્બ લોન્ચ કરવાનું બટન હંમેશા મારી નિકટ જ હોય છે. પરમાણું બોમ્બનું બટન હંમેશા મારી ડેસ્ક પર જ હોય છે. આ વાત કોઈ બ્લેકમેલીંગ નથી પણ એક સત્ય છે” આનો જવાબ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટર પર તેનો જવાબ આપ્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, કોઈ કિમ જોંગને કહો કે મારી પાસે પણ ન્યુક્લિયર બટન છે અને આં એના બોમ્બ કરતાં પણ વધારે શક્તિશાળી છે. આગળ તેમણે એમ પણ કીધું કે, મારું બટન કામ પણ કરે છે.

પરમાણું બોમ્બનું બટન હંમેશા મારી ડેસ્ક પર જ હોય છે. આ વાત પર ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું. કોઈ કિમ જોંગને બતાવો કે, ભુખમરીથી પ્રભાવિત ઉતર કોરિયા દેશ ને કહોકે મારી પાસે પણ પરમાણુ બોમ્બનું બટન છે અને તે તેના પરમાણુ બોમ્બ કરતાં તાકતવર છે અને તે કામ પણ કરે છે.

નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ તેના દેશવાસીઓને નવા વર્ષનો સંદેશો આપ્યો હતો જેમાં અમેરિકાનો પણ ઉલ્લેખ કર્યો હતો. કિમ જોંગે ધમકી આપતા જણાવ્યું કે, “અમેરિકા હવે ક્યારેય આપણા વિરૂદ્ધ જંગ શરૂ નહીં કરી શકે. કારણ કે, આપણાં પરમાણું હથિયાર તેને નેસ્તનાબૂદ કરી દેશે. સમગ્ર અમેરિકા આપણાં ન્યૂક્લિયર વેપન્સની રેન્જમાં છે. આ હથિયારોનું બટન હંમેશા મારા ટેબલ પર જ રહે છે. અને તે એક સત્ય વાત છે તેને ધમકી ન સમજવી જોઈએ”.